પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૪
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


મહારાજાઓ ઉપરાંત કલકત્તાની સંસ્કૃત કૉલેજના અધ્યાપકો સુપ્રસિદ્ધ પંડિત જયનારાયણ તર્કે પંચાનન, ભરતચન્દ્ર શિરોમણી, પ્રેમચન્દ તર્ક વાગીશ અને તારાનાથ તર્કવાચસ્પતિ આદિ વિદ્વાનો હાજર હતા, ત્હેમની સહાયતાથી લગ્નનું બધું કામ કુશલતા પૂર્વક સમાપ્ત થઈ ગયું. વાંચકોની જાણને સારૂ લખવું આવશ્યક છે કે આ કન્યાનો પ્રથમ વિવાહ ચાર વર્ષની વયે થયો હતો અને ત્યાર પછી બે વર્ષે એટલે કે છ વર્ષની કુમળી વયે ત્હેને વૈધવ્ય પ્રાપ્ત થયું હતું.

ત્ય્હાર પછી થોડા દિવસમાં કુલીન કાયસ્થ ગૃહસ્થની બાર વર્ષની વિધવા કન્યાનું પુનર્લગ્નમ થયું. આ કન્યાને એના પિતાએ પોતેજ કન્યા દાન દીધું હતું.

આ પ્રમાણે વિધવા વિવાહનું ગાડું ધીમે ધીમે ચાલવા લાગ્યું. દિનપ્રતિદિન પુનર્લગ્નોન થવા લાગ્યાં; અને એ બધાને વિદ્યાસાગરે થોડી ઘણી મદદ આપી. વિધવા વિવાહની હિલચાલ કરવા માંડી ત્ય્હારથીજ લોકો ત્હેમના શત્રુ થઈ રહ્યા હતા. પણ જ્ય્હારે એ લોકોએ જોયું કે આતો ખરેખાત પુનર્લગ્નો થવા પણ માંડ્યા ત્ય્હારે ત્હેમનો ક્રોધાગ્નિ વધારે સળગી ઉઠ્યો. જે વિદ્યાસાગરને લોકો ત્હેમનાં અપૂર્વ વિદ્યા અને સદાચારને લીધે પૂજતા હતા તેજ વિદ્યાસાગરને હવે લોકો અનેક તરેહની ધમકીઓ કાગળ લખવા લાગ્યા. પણ એ ધર્મવીરે એ બધી તુચ્છ ધમકીઓની જરાપણ પરવા કરી નહીં. ફક્ત પોતાની સાથે શ્રીમન્ત નામનો એક અંગ રક્ષક સીપાઈ હમેશાં રાખતા. એક દિવસ એવું બન્યું કે અડધી રાતે સંસ્કૃત કૉલેજમાંથી ઘેર પાછા આવતી વખતે રસ્તામાં દસબાર માણસોએ હાથમાં છરા સાથે આવીને ત્હેમને ઘેરી લીધા. ભારત વર્ષના એક મહાન્ વિદ્વાન સુધારકનું કાયરતાથી ગુપ્ત ખૂન થવાનો પ્રસંગ આવી પહોંચ્યો. પણ ત્હેમનો નોકર શ્રીમન્ત મોટી ડાંગ લઈને સાથેજ ઉભો હતો. ત્હેને જોતાંજ એ દુષ્ટો અગીઆરા ગણી ગયા.ગુપ્ત ખૂનીઓ હમેશાં કાયરજ હોય છે. આ બનાવ બન્યા પછી ત્હેમના મિત્રોએ ત્હેમને રાતે બહાર ન નીકળવાનો