પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૦
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

લગ્ન થયેલા નોંધ્યા છે. વળી એક બીજું સૂચીપત્ર જે છપાયું નથી ત્હેમાં એક એવા મહારાજનું (?) નામ છે જ્હેમણે પંચાવન વર્ષની વયમાં એકસો સાતવાર લગ્ન કર્યાં હતાં. બાર વર્ષના બાળકનું છ અને પાંચ વર્ષના બચ્ચાના બે લગ્ન બંગાળી કુલીનોમાં થયું હતું. જે ઉંમરે બ્રાહ્મણ બાળકને યજ્ઞોપવિત આપવું પણ વ્યાજબી ગણાય કે નહીં તે સંદેહનો વિષય છે તે ઉંમરે તે બાળક બબ્બે વાર ફેરા ફરી ચૂકે એ આર્યના નામથી ઓળખાવનારા બ્રાહ્મણ દેવતાઓને માટે અત્યંત શરમ ભરેલું નહીં તો બીજું શું ? શાસ્ત્ર પોતાના હાથમાં આવતા બ્રાહ્મણોએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કેટલી હજારો અને લાખો નિરાધાર બાળકીઓના નિઃશ્વાસ લીધા છે તે આ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે.

આ સૂચીપત્ર વિદ્યાસાગરના વખતનું હોવાથી અલબત્ત કાંઈક જૂનું છે ત્ય્હાર પછી સુધારકોના ઉપદેશને લીધે કહોકે ઉદાર પાશ્ચાત્ય શિક્ષણના પ્રભાવે કહો કે બિચારી બંગાળી અબળાઓના સૌભાગ્યને લીધે કહો આ રિવાજ બંગાળામાંથી ઘણો ઓછો થઈ ગયો છે. ઈ. સ. ૧૮૯૧માં સંજીવની પત્રમાં એક સૂચીપત્ર છપાયું છે ત્હેનો સાર નીચે આપીએ છીએ. બંગાળના ૨૭૬ ગામનું એક સૂચીપત્ર જોતા જણાય છે કે બધા ગામોમાં ૧૦૧૩ કુલીન ગૃહસ્થોએ ૪૩૨૩ કુલીન કન્યાઓ સાથે પાણિ ગ્રહણ કર્યું હતું. માથાદીઠ સાડાચાર બૈરીઓની રાશ આવી ! ! (પહેલાંના સુચીપત્રમાં માથા દીઠ સાડાપાંચની રાસ આવતી હતી એટલે કાંઈક સુધારો તો ખરો ! ) દસ, બાર, પંદર, વીશ પચીસ, ત્રીસ, પાંત્રીસ, ચાળીસ, પીસતાળીસ અને પચાસ લગ્નનો અભાવ નથી ૬૭ વિવાહનો પણ ઉલ્લેખ છે. ફરક એટલો અવશ્ય પડ્યો છે કે પહેલાંની માફક અલ્પ વયનાં બાળકોનાં ઘણાં લગ્નો ઓછા જોવામાં આવે છે. તે સિવાયના અદ્‌ભૂત નમૂનાઓ તો એ સૂચીપત્રમાં પણ જોવામાં આવે છે એક ૩૪ વર્ષના યુવક ૩૫ સ્ત્રી સાથે લગ્ન થયા હતા ૨૭ વર્ષના યુવકના ૧૨