પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૮
જયા-જયન્ત
 

વનવનના મહેલ, પ્રીતમ ! ત્‍હારા વિણ સૂના છે;
તીરથના ઘાટ, પ્રીતમ ! જોગીથી જૂના છે;
રસિકા એ રસના ઉપાસકની;
હું તો જોગણ બની છું મ્હારા વહાલમની.


તરૂતરૂના પાને, પ્રીતમ ! નામ જો ! ત્‍હારૂં છે;
રેખરેખામાં પ્રીતમ ! ભાગ્ય જો મ્હારૂં છે;
દાસી એ દિલના દિલાવરની;
હું તો જોગણ બની છું મ્હારા વહાલમની.

તેજબા: દેવિ ! ગંગાજલમાં ન્હાયાં

તે જાણે પુણ્યોદકમાં ન્હાયાં.
આત્મા યે ઉતારે છે
પોતાનો સર્વ અન્ધકાર.
-ને ત્‍હેં જેનો ભેખ ઓઢ્યો
તે કોણ ?

જયા : આર્યે ! તે એક હતો.

હિમાલયને શિખરે સૂર્ય ઉગતો,
તે યે ઝંખવાતો હતો
ગિરિદેશના એ માર્તંડરાજથી.
હતો, એક હતો જોગી,
સંસારમાં યે સંન્યાસી સમો.
શોધું છું એ સાધુવરને,
દિલમાં છે ત્‍હેને દુનિયામાં.