પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩
જયા-જયન્ત
 


જાવ, શોધો ત્યંહીં,
ને પામો સિદ્ધોનો સદ્‍બોધ.
ફરીથી કુમારનો જયનાદ.
જૂવો સાહેલીઓ ! જૂવો,
જગતનો જેતા આ મહાજોગી.
જાણે ઉગે છે આભને આરે
ભાસ્કરની પ્રભામૂર્તિ.
વિખરાયેલી ઉડે છે કંઠ ફરતી
કિરણાવલિ સરિખડી કેશાવલિ.
ઝળકે છે બ્રહ્મકુમાર સમો ગિરિકુમાર.
ચાલો, વધાવિયે, સખિઓ !
ગિરિદેશના યશનો એ જયધ્વજ.
શિખરશિખરમાંથી જયધ્વનિ જાગે છે. હાથમાં દેવધ્વજ અને બાણકમાન લઈને શંખનાદ ગજાવતો કુમાર આવે છે. જયા કુમારી ત્‍હેને જયમાળે વધાવે છે.


જયા અને સાહેલીઓ : જય ! જય ! કુમાર ! આવો,

સાહેલી સહુ ! વધાવો.
આનન્દ આનન્દ આજે, વિજયવાજે
દિશદિશ ગાજે:
યશકુમાર ! આવો,
સાહેલી સહુ ! વધાવો.
જય ! જય ! કુમાર આવો.