પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૩
જયા-જયન્ત
 


સંસારનો યજ્ઞ માતતાતે,
ત્ય્હાંથી આદરી પૂરો કરે તે.
આજ આપણા જીવનયજ્ઞની પૂર્ણાહુતિ.
પુત્રે દીધાં પુણ્ય જીવનનાં તર્પણ,
ને જગદુદ્વારની શ્રદ્ધાંજલી.

પિતા  : એથી જ આપણી મોક્ષતિથિ.

માતા  : પુત્રનું મુખ નિરખ્યું

ત્ય્હારે જ નિરખ્યા હતા દેવ ત્ય્હાં.

પિતા  : પૂજી લ્યો ત્ય્હારે પુત્રને.

પુત્રપૂજા એટલે પ્રગતિની પૂજા.
આશીર્વાદ દ્યો પુત્રધનના સૌને
કામવિજય તો યોગજીવનનો પાયો છે

પિતા-માતા : સંસારીઓ ! એવાં સન્તાન પામજો કે

માતા પિતાનાં અધૂરાં મૂકેલાં
આરંભી પૂરાં કરે.

(ફરી પુષ્પવૃષ્ટિ કરે છે. જયા આળસ મરડી ઉઠે છે, ને જયન્તને નિરખી ઓળખે છે.)

જયા : કોણ ! જનમનો જોગી જયન્ત ? (જયન્તને માથે જયનો ક્યોત મુગટા પ્રગટે છે. તે નિહાળી આનન્દતા પિતૃલોકવાસીઓ બ્રહમલોકમાં સિધાવે છે.)