પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૬
જયા-જયન્ત
 


અહો ! ધન્ય ધન્ય ! હો !
દુનિયાં કહે છે કે દેવ છે.
વડાં પાથર્યાં આભનાં પત્ર કાળાં,
લખી તેજના શબ્દથી મન્ત્રમાળા;
દિશાકાલેદોરે ગૂંથ્યાં સૌ ખગોળે;
મહાગ્રંથ બ્રહ્માંડનો બ્રહ્મ બોલે.
અહો ! ધન્ય ધન્ય ! હો !
બ્રહ્માંડ કહે છે કે બ્રહ્મ છે;

દેવર્ષિ :कालोस्मि लोकक्षयकृत्प्रवृद्ध

પ્રભો ! એ છે એક પક્ષી.
જગતમાં મૃત્યુના મહાઓટ છે,
સૃજનની ભરતી એથી યે છે મ્હોટી.
ગાવ, ગાવ ફરી એક વેળા
માનવજાતિની કલ્યાણગીતા, ઓ નાથ !
સર્વત્ર નિગૂઢ મહાસત્યની દેવઋચા કે
कालोस्मि लोकोन्नतिकृत्प्रवृद्ध: