પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૫
જયા-જયન્ત
 


જયન્ત : આજે જ આવશે કાશીરાજ;

કરીશ એ અતિથિના યે અનાદર?
(જયા ચમકે છે.)

જયા : આજે જ શું પધારે છે

તીર્થરાજવી ગિરિદેશમાં ?
પલક વિચારમુગ્ધ રહે છે. દૃઢતાથી.
જયન્ત ! પ્રણામ કહેજે મ્હારા,

ક્ષમા યાચજે મુજ વતી.

જયન્ત : એમ કાં બોલે ? જયા !

જયા : જયન્ત ! કોઈ મ્હને બોલાવે છે;

હું જાઉં છું - પર્વતોમાં.
શિખરો ચ્હડીશ, તીર્થો કરીશ,
ને વસીશ દેવનિવાસોમાં
ધરાઈને જોયાં, જયન્ત !
રાજમહેલોમાંના સુખનાં સ્વપ્નાં.
શિખરેથી કોઈ સાદ દે છે; જાઉં છું.

જયન્ત : જયા ! વિચારજે, વિમાસવું ન પડે

વર્તમાન એવો વાવ
કે ભવિષ્ય અદ્‌ભુત ઉગે.

જયા : બોલે-બોલે છે ગિરિઓમાં મોર,

ઢેલડ ટહૂકો કરે;