પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૪
જયા-જયન્ત
 


જયા : ગંગાની યે માતા ગંગોત્રી.

ક્યહાંથી લાવું એ નગરીમાં, જયન્ત !
મ્હારા દેવગિરિના દેવાશ્રમો ?

જયન્ત : રાજવીની રાજઆજ્ઞા છે તે?

જયા : રાજકુમારીની રાજપ્રતિજ્ઞા છે તે?

જયન્ત : એ અહં છે ત્હારૂં, જયા

નહીં નભે; દુઃખ દેશે.
વિધિમોકલ્યો આવ્યો છે કુંકુમથાળ,
કાં મથે છે પાછો વાળવા?
દેવર્ષિએ ભાખ્યું છે કે
'જયાને ભાગ્યે લખ્યાં છે
વારાણસીનાં વન'
સવિશેષ છે વિધિલેખથી યે આ;
વનઘટાને બદલે રાજમહેલ.

જયા : વિધિના વાંકા અક્ષરે હું વાળીશ.

વારાણસીનાં વનમાં વસીશ,
તો વનમાં યે વસાવીશ
મ્હાર વિશ્વોદ્ધારક બ્રહ્મમહેલ.
પણ નહીં-નહીં વરે
દેવગિરિની રાજબાલા એ ખીણવાસીને.