પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૯૯
 

છેવટે દેવવાણી જયદેવ-પદ્માના પ્રેમને સાચો ઠરાવી જયદેવના કાવ્યત્વને બિરદાવે છે. આ પ્રેમીપંખીઓ મુક્ત ગગનમાં વિહરવા જયદેવના કેન્દુબિલ્વ ખાતેના નાનકડા આશ્રમમાં પાછા આવે છે. અહીં આરંભાય છે આ યુગલનું શાંત, પવિત્ર અને દેવોને પણ ઇર્ષ્યા આવે એવું સુખી દાંપત્ય. જયદેવના રસિક વ્યક્તિત્વનો પરિચય કરાવતું 'સૌંદર્યપૂજા' પ્રકરણ જયભિખ્ખુની રસિકતાનો પણ પરિચય કરાવે છે. અલબત્ત શ્રી અનંતરાય રાવળ કહે છે તેમ સૌંદર્યવર્ણન માટે પહ્માની અનવસ્ત્રતા જરૂરી નહોતી (‘ગ્રંથસ્થ વાડ્મય', પૃ. ૧૭૯). પ્રેમભક્ત કવિ જયદેવને પદ્માના સૌંદર્યમાં રાધાના વિશ્વવિજયી સૌંદર્યની ઝાંખી થાય છે.

સૌંદર્યરમણી પદ્મા પાસે પવિત્ર શીલ અને સતીત્વ પણ હતું એની શાખ પૂરવા જ એની બોલાવી ગંગા મણિધર શેષનાગ પૃથ્વીની પરકમ્માએ નીકળી હોય એમ આશ્રમ તરફ ધસી આવે છે. અલબત્ત, લેખકના હાથે અહીં જે ચમત્કાર નિરૂપાયો છે એ તથા નવલકથામાં અન્યત્ર આવતા ચમત્કારોના સંદર્ભમાં લેખક દ્વારા એની અન્ય નવલકથાઓમાં કેટલીક વાર જે બુદ્ધિજન્ય ખુલાસા થયા છે એ મળતા નથી. લેખકે પોતાની કૃતિના નાયકના જીવનમાં થયેલા ચમત્કારોને ચમત્કારરૂપે જ રાખીને નિરૂપણ કર્યું છે.

પ્રેમભક્તિના ઉપાસક જયદેવ જે રાજ્યમાં રહેતા હતા ત્યાંના રાજવી છે લક્ષ્મણસેન ‘સેનવંશ અને નવદ્વીપ' (પૃ. ૯૧). પ્રકરણ આ રાજવીના વંશને અને તેના ભૂસ્થલને વર્ણવે છે. લેખક પાસે જરૂરી ઇતિહાસભૂગોળનું જ્ઞાન છે એ વાતની પ્રતીતિ કરાવતું આ પ્રકરણ નવલકથાના કથાવિકાસમાં બહુ મહત્વનો ફાળો આપતું નથી. સમગ્ર કથાના સંદર્ભમાં રાજકીય વાતાવરણ ઉપસાવવાનો લેખકનો હેતુ હોઈ શકે. આ નવલકથામાં લેખક દ્વારા લક્ષ્મણસેનનું રાજવી તરીકેનું જે ચિત્ર ઊપસ્યું છે તે કલાપ્રેમી, ધર્મપ્રેમી, સાત્વિક મનોવૃત્તિવાળા અને ઉમદા વિચારકનું છે. પોતાની પ્રજાને પ્રાણપણે ચાહતો આ રાજવી હસતે મુખે પોતાના કુમળા ફૂલ સમા પુત્રોને યવનો સામે લડવા મૃત્યુમુખમાં ધકેલે છે. એની એક માત્ર ઝંખના છે ગૌડના શત્રુઓનો સંપૂર્ણ પરાભવ અને વૈષ્ણવ ધર્મનો સર્વત્ર પ્રચાર. ગૌડના શત્રુઓના પરાભવ માટે એ પોતાના ત્રણે પુત્રોને એક પછી એક રણભૂમિને સમર્પિત કરે છે. જ્યારે વૈષ્ણવધર્મના પ્રચાર માટે એ પોતાને જેની ઉપર