પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૭૧
 

ઊછરતો પુત્ર પોતાનું કુળાભિમાન અખંડ રહે, પોતે આવી બદનામ ઓરતનો પુત્ર છે એ દુનિયા ન જાણે એ માટે મા પાસે અંધકારની ગર્તા માગી લે છે. ત્યાં પુત્રનું પ્રત્યક્ષરૂપે નહીં તો પરોક્ષરૂપે માને દુઃખનું વિષપાન કરાવ્યાની ઘટના વર્ણવાઈ છે.

‘સંસારયોગ’ સુપ્રસિદ્ધ સંત કબીરના સંસારયોગને વર્ણવતી વાર્તા છે. જેમાં હિંદુ બ્રાહ્મણ પંડિત દ્વારા સંત કબીરને બદનામ કરવા માટે એક વેશ્યા સાથેના એમના સંગની ઉપજાવી કાઢેલી ઘટના વર્ણવાઈ છે. સાચો ભક્ત સંસારની માન કે હાનિથી કેવો પર હોય છે એ કબીરના વર્તન દ્વારા સૂચવતી આ વાર્તા ઉપદેશાત્મક વધુ છે.

કામના પતિ થવાને બદલે મૂર્ખપણે ગુલામ બનનારાઓને વાર્તાકાર કામદેવના ગધેડા તરીકે ઓળખાવે છે. આવા કામદેવના ગધેડાઓની વચ્ચે એક વિપરીત સ્વભાવનો જીવ જ્યારે પરાણે ખેંચાય છે ત્યારે પોતાની સ્વભાવસહજ ખાનદાનીને કારણે કઈ રીતે વેશ્યાઓના બજારમાં પોતાની જ જનેતા સાથે સ્ત્રીસંબંધ બાંધતા બચી જાય છે, પોતાની જનનીની અને જનની જેવી કેટલીય હતભાગી સ્ત્રીઓની આ દશા એના મનને કેવું વિષાદમય બનાવે છે એ નિરૂપતી આ વાર્તામાં વાર્તાનાયકનું પાત્ર સુંદર રીતે ઊપસ્યું છે. ગામ અને શહેરનો તફાવત વર્ણવતી એક નવા વિચારયુક્ત વ્યાખ્યા - ‘શહેર એ તર્ક છે, ગામ એ હૃદય છે.’ (પૃ. ૧૯૩) તથા વેશ્યાને માટે ‘શહેરની બજારનું સુખડું’ કથનને અસરકારકતા બક્ષે છે.

જે સમયે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે અંગ્રેજો દ્વારા વવાયેલાં કુસંપ બીજ ફાલવા માંડ્યા હતાં એ વખતે એક હિન્દુ અને મુસ્લિમ યુવાન પરસ્પરના પરમ મિત્રો બની ભારતની સ્વતંત્રતાને માટે ઝૂઝ્યા અને શહીદી સ્વીકારી. ‘રામ અને કિશન’ વાર્તાના આ નામે જાણીતા બનેલા મિત્રો તે અશફાકુલ્લાંખા અને શ્રી ‘રામપ્રસાદ બિસ્મિલ’. રામપ્રસાદ ચુસ્ત આર્યસમાજી જ્યારે અસફાકુલ્લાંખાં કટ્ટર મુસલમાન છતાં માતા ભારતીના પુત્રો હોવાને નાતે એકબીજાને પોતાના બંધુ ગણતા આ બંને નવયુવાનોએ આપેલી પોતાના પ્રાણની આહુતિનું નિરૂપણ આ વાર્તામાં થયું છે.

લેખકના પોતાના સ્વાનુભવમાંથી જન્મેલી ‘કામ ત્યાં રામ’ વાર્તામાં