પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દળ, ગ્રામલોકોનાં પંચ, અમલદારી રાજને બદલે પ્રજાના પંચના રાજ, એની પ્રસ્થાપના અર્થે ‘જવાંમર્દી’ના જોહર’ જયભિખ્ખુએ સુંદર રીતે નિરૂપ્યાં છે. બીજી બાજુ સોના એક અલગ ટોળામાં નર્સની કામગીરી બજાવી દયાની દેવી તરીકે પૂજાય છે. આમ જુદા જુદા રસ્તે આ ટોળીનું ધ્યેય એક જ છે અને તે ‘અપને દેશમેં અપના રાજ.’

ક્રાંતિવાદી જગતે એક દિવસે ગાડી ઉડાડી દેવાનું કાવતરું ઘડ્યું. યોજના છેક પરિણામ સુધી પહોંચવાની થઈ એ ક્ષણે અહિંસાનો માર્ગ ઊંચે જણાતા હૃદયમાં પશ્ચાત્તાપ જાગી ઊઠેલો અને આવતી ગાડીને ડ્રાઈવરને ખસેડીને એણે ગાંડાની જેમ રોકી લીધી. દૂર પુલ ઉપર ધડાકો સંભળાયો ત્યારે સહુને ખ્યાલ આવ્યો કે ગાડી દુર્ઘટનામાંથી બચી ગઈ છે. એ જ ગાડીમાં અશોક હતો એની સાથે જગતનો મેળાપ થયો. છુટા પડેલા જવાંમર્દોનો મેળો ફરી ભેગો થયો. છાપાંઓએ આ ટોળીના મિલનમાં ફરી ફરી કાવતરાની ગંધ નિહાળી. ગોરા જનની કોર્ટમાં મુકદ્દમો ચાલ્યો . સ્વદેશાભિમાનની અંગ્રેજ પ્રજાજન તરીકે જગતના દેશાભિમાનને આવકારતા ગોરા જજે કાયદાના બંધનથી બંધાઈને એની સેવા અને કાચી ઉંમરને લક્ષ્યમાં રાખીને ફાંસીને બદલે એને આજીવન કેદની સજા કરી. જગતને જ્યારે એનું અંતિમ નિવેદન કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે સ્વરાજ્યપ્રાપ્તિ માટેનો સાચો રસ્તો પોતે ભૂલ્યો એ વાતનો એકરાર કર્યો પણ સાથે સાથે જણાવ્યું કે ‘અપના દેશ- અપના રાજમાં સહુને અન્ન, વસ્ત્ર ને આશ્રય સરખા પ્રમાણમાં મળી રહે. જે એમનું છે એ એમને મળે.’

ઉમદા જીવનકર્તવ્યો લઈને નીકળેલા આ જવાંમર્દોને ‘બડા સાહેબ’ જેવા નિખાલસ ગોરા હાકેમ વંદના કરી અને આંદામાનની જેલમાં ધકેલાઈ જતા જગતને વહાણ ઉપરથી ઉતારી લેવામાં આવ્યો ત્યારે હાજર પ્રજાજનોનો સૂર હતો કે હજી અમારી મંજીલ લાંબી છે.

આમ ‘એક કદમ આગે’ માં જયભિખ્ખુએ જગતને હિંસક, ક્રાંતિકારી બનતો અટકાવી તેના સાહસપ્રેમને દેશપ્રેમને માર્ગે વાળી કર્તા તેની જવાંમર્દીને ‘એક કદમ આગે’ લઈ ગયા છે. અંત ભાગે જતાં જગતને અહિંસાના માર્ગે પણ વળાયો છે અને એ નિમિત્તે ‘અપને દેશમેં અપના