પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

હેમુને એકલા પાડી દીધા. એટલે એ તો રાજત્યાગ કરીને ચાલ્યા ગયા. ગાદી મુવારિઝખાનને મળી. એણે ‘આદિલશાહ’નું ઉપનામ ધારણ કરી રાજ્ય કારભાર સંભાળ્યો.

આદિલશાહને રાજ્યકારભાર કરતાં રંગરાગમાં વિશેષ રસ હતો. એટલે એના સાળા ઇબ્રાહિમખાને દિલ્હી અને આગ્રા કબજે કર્યા. આદિલશાહે ચુનારગઢ સંભાળ્યું. બીજી બાજુ પંજાબના સૂબા સિકંદરશાહે પોતાને સ્વતંત્ર સુલતાન જાહેર કર્યો અને ઇબ્રાહિમખાન ઉપર ચડી આવ્યો. ત્રીજી તરફ મહંમદશાહ સૂર પણ આઝાદ થવાની આકાંક્ષાએ મેદાને જંગમાં હાજર થઈ ગયો.

આમ અફઘાનો, અફઘાનો દ્વારા જ વિનષ્ટ થવાની તૈયારીમાં હતા ત્યારે પંદર વર્ષના વનવાસ પછી મોગલ બાદશાહ હુમાયુ ફરી પાછો હિંદની ગાદીની લાલચે હિંદમાં આવી રહ્યો હતો. પંદર વર્ષમાં આ બાદશાહે અનેક પ્રકારનાં દુઃખો સહન કર્યા હતાં. જ્યોતિષના જાણકાર એવા એણે પ્રતિષ્ઠિત સૈયદ ખાનદાનની યુવતી હમીદાબાનુ સાથે લગ્ન કર્યું. હમીદાબાનુથી તેને એક પુત્ર જન્મ્યો. ગ્રહયોગ જોતાં હુમાયુને જણાવ્યું કે આ બાળક ભવિષ્યમાં પ્રતાપી બાદશાહ બનીને મોગલકુળ ઉજાળશે. આ બાળક તે જ અકબર.

ઇરાનના શાહ સાથેની મુલાકાત બાદ ફરી હિંદમાં આવવા માટેની પ્રેરણા મળી. ચૌદ હજાર સૈનિકનું લશ્કર લઈ હુમાયુએ કંદહાર જીત્યું. કાબુલના રાજા કામરાનને હરાવ્યો. હિંદુસ્તાનમાં કોઈ રાજા અત્યારે સામનો કરી શકે એવો તાકાતવાન નથી એ જાણીને હિંદુસ્તાન તરફ તે આગળ વધ્યો. પ્રથમ લાહોર અને રોહતાસના કિલ્લા કબજે કર્યા. દિલ્હીના સિકંદરશાહને હરાવી દિલ્હીની ગાદી હાથ કરી.

બીજી બાજુ રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કરી રેવાડીમાં રહેતા હેમુની પાસે બીબીબાઈ - શલીમશાહની પત્ની – આવે છે. એના મનમાં મોગલોને હરાવવાની ઝંખના છે. તેમનો સાથ એ ઝંખે છે. પિતાની આજ્ઞા અને પત્ની કુંદનદેવીનો આડકતરો સહકાર મેળવી ફરી હેમુ મેદાનમાં આવે છે.

સેનાપતિ શાદીખાનનો સાથ મેળવી લશ્કરને ફરી એકઠું કરી હેમુ