પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

પિતા રાજપાલજીના મુખે આથી જ તેઓ કહેવડાવે છે : ‘માનવીએ રાજકારણથી અળગા રહેવું. રાજસુધારણા કરતાં લોકસુધારણાની પ્રથમ જરૂર છે. થડને નહીં, મૂળને પકડો. રાજાઓ બૂઝે કે ન બૂઝે, તેની પરવા ન કરો. નિષ્પ્રાણઆર્યોમાં પ્રાણ પૂરવાની યોજના ઘડો… સાધુસંતોએ ગામડાંઓને સચેત કરવાં, રાજવંશ આવે કે જાય, સામ્રાજ્ય જન્મ કે મરે, સત્તાનાં કેન્દ્રો હરે કે ફરે, પણ જો આપણી પાઠશાળાઓ સાબૂત છે. આપણે ધર્મશાળા કે તળાવોના શોખીન છીએ, આપણાં ધર્મમંડળોમાં શઆસ્ત્રોનાં પઠન થાય છે… તો આ દેશ કદી ભ્રષ્ટ નહીં થાય.’ (પૃ. ૨૭૩-૭૪)

વળી જયભિખ્ખુની યુદ્ધનીતિ અંગેની માન્યતા પણ નિરાળી છે. તેઓ વિક્રમાદિત્ય હેમુના મુખે આ અંગે કહેવડાવે છે : ‘સામ, દામ ને ભેદથી શત્રુ જીતી શકાતો હોય ત્યાં સુધી યુદ્ધ ન કરવું. કારણ કે યુદ્ધમાં વિજય અનિશ્ચિત છે. સૈન્યનો નાશ નિશ્ચિત છે. માટે કોઈપણ ઉપાયથી લડાઈ દૂર રાખવી ને કરવી તો વ્યૂહથી કરવી.’ (પૃ. ૧૮૩).

‘યવનમિત્ર’ તરીકે ઇતિહાસમાં વગોવાયેલા હેમુએ શા માટે શેરશાહ જેવા યવનને મિત્ર તરીકે સ્વીકાર્યો, એની પડખે ઊભા રહીને સતત એને સાથ કેમ આપ્યો એ અંગેનો ખુલાસો એના જ મુખમાં મૂકીને કુંદનદેવી-એની પત્ની સાથેના સંવાદમાં કહ્યું છે કે –

‘આજે સાચા ક્ષત્રિયો ક્યાં છે ? એ ક્ષત્રિય ધર્મ ભૂલ્યા છે. દેવી ! પાળે એનો ધર્મ. વૈશ્ય પણ ક્યાં છે ? છે એ વૈશ્ય ધર્મ ભૂલ્યા છે. આજે સાચા ક્ષત્રિય જ ક્યાં છે ? એ હોત તો આ પરદેશીઓ જય મેળવી જાત ?... હું હિન્દુસ્તાન પર નજર નાખું છું ને મારું દિલ બળી જાય છે - અરે, એક હુમાયુ જેટલી, એક શેરશાહ જેટલી ય સમરવીરતા આટલા બધા ક્ષત્રિયકુલાવતંસોમાં નથી ? રામ અને કૃષ્ણના પૂજારીઓની શી હાલત છે ? તેમની મૂર્તિને દિવસમાં દશ દશ વાર નમસ્કાર કરીને, રામાયણ ને મહાભારતનું પારાયણ કરીને ય એમનામાં પૌરુષનો દેવ જાગતો નથી ?’ (પૃ. ૨૦૨)

‘ને ધરતી તો કુંવારી માતા છે. કુંવારી કન્યાના સો વર. કોઈને કોઈ વર તો પસંદ થવાનો જ. રજપૂતો એ સ્વયંવરમાં જીતી શકે એટલા સમરવીર રહ્યા નથી. કોક પરદેશી જ સ્વયંવરમાં વરમાળા પહેરશે. પછી એ