પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જયભિખુની આ ગાથા અન્યના જીવનને રાહ ચીંધે છે અને જીવનનો આનંદ માણવાની દૃષ્ટિનું શુભ દર્શન કરાવે છે.

લેખનકાર્યમાં નિમગ્ન : જયભિખ્ખુ



જયભિખ્ખુની જીવનગતિ સ્થૂળઅર્થમાં ૧૯૬૯માં અટકી ગઈ, પરંતુ એમની જીવનવિભાવના - જીવનદૃષ્ટિ એમના સાહિત્યમાં અનુસ્યૂત હોઈ, એ તદ્દન થંભી ગઈ નથી. વળી એ લંબાઈ છે એમના વંશજમાં. ખરા અર્થમાં જેને સુ-પુત્ર કહેવાય એવું વ્યક્તિત્વ છે કુમારપાળ દેસાઈનું. એમણે પિતાનો શબ્દવારસો માત્ર જાળવ્યો નથી, પરંતુ એમાંય વૃદ્ધિ કરી છે – સતત શબ્દ-આરાધના કરીને. એ સાથે જયભિખ્ખુની જીવનવિભાવનાને જયભિખ્ખુ ટ્રસ્ટ દ્વારા જાળવીને ગતિશીલ રાખી છે. એમના જીવનઉદ્દેશને જીવન્ત રાખવા પ્રયત્નશીલ છે. કુમારપાળે જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં જે ગતિ કરી છે તે જયભિખ્ખુના અંતરાત્માને પ્રસન્ન કરતી રહી છે. પોતે પ્રગટાવેલ દીપને વંશજ પ્રજ્વલિત રાખે તે અપૂર્વ ઘટના લેખાય. આ ઘટનાના જનકના જનકને એમની શતાબ્દીએ વંદના.


જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
૩૪