પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૨ ]

આજ્ઞા વિરુદ્ધ આચાર કરવા નહીં લોભાવી શકે." મહારાણાએ લજ્જિત બની મહર્ષિજીની ક્ષમા યાચી.

ઉદયપુરમાં મહર્ષિજીએ પરોપકારિણી સભા સ્થાપી. પોતાનાં વસ્ત્ર, ધન, પુસ્તક, મુદ્રણાલય વગેરે સર્વસ્વ મહર્ષિજીએ એ સભાને સોંપી દીધું; અને એનો ઉપયોગ પરોપકારના કાર્યમાં કરવા ૨૩ સભ્યોનું એક વ્યવસ્થાપક મંડળ નીમ્યું. ઉદયપુરના મહારાણા સજ્જનસિંહજીને તેના પ્રમુખ લાલા બોધરાજને, ઉપ-પ્રમુખ અને શાહપુરના મહારાજા, સ્વ. રાનડે, રાજા જયકીશનદાસ વગેરે પુરૂષોને તે મંડળના સભ્યોનાં આસન અપાયાં. (૧) વેદ અને વેદાંત વગેરે ધર્મ ગ્રંથોનું પ્રકાશન કરવું અને તેમનો પ્રચાર કરવો; (૨) વેદધર્મના પ્રચારાર્થે ઉપદેશકો દેશદેશાન્તરમાં મોકલવા,(૩) આર્યાવર્તના અનાથ અને દીનજનોના પાલન અને શિક્ષા માટે આશ્રમો સ્થાપવા, એમ એ સભાનો કાર્યપ્રદેશ નિમાયો. આજે એ સભાની બે લાખની મિલ્કત છે અને એ મિલ્કત વડે સભા મહર્ષિજીનું જીવનકાર્ય પ્રચારવા યથાશક્તિ પ્રયાસ કરી રહી છે.

૪.

ઉદયપુરથી મહર્ષિજી, ૧૮૮૩માં, નીમહાડે અને ચિતોડ થઈ શાહપુર ગયા. શાહપુરમાં ધર્મ અને નીતિ ઉપર વ્યાખ્યાન પરંપરા આપી, શાહપુરધિરાજને વેદ ધર્મના ઝંડા નીચે સ્થાપી. મહર્ષિજી જોધપુરપતિના નિમંત્રણે ૧૮૮૩ના મે મહિનામાં જોધપુર ગયા. જોધાણનાથના અત્યંત પ્રેમને વશ બની મહર્ષિજી જોધપુરમાં ચાતુર્માસ રહ્યા. પણ એ ચાતુર્માસ પૃથ્વીઉપરનું મહર્ષિજીનું છેલ્લું ચાતુર્માસ હતું અનેક વિષ-પ્રયોગોને નિરર્થક ઠરાવનારા મહર્ષિજી જોધાણનાથબી નર્તિકા નન્નીજાનના વિષપ્રયોગમાંથી ન બચ્યા.