પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૭૬]

ફગાવી દીધાં. છાતી ઉપરથી પ્રચંડ શિલાઓનો બોજો ઉતરી ગયો હોય તેવા સુખનો નિઃશ્વાસ મેલીને મૂળશંકરે મહાપંથ પર ધસવા માંડ્યું.

સંન્યાસી જીવનની શરૂઆતમાં ભટકતાં ભટકતાં આ તરૂણ ત્યાગીએ એક દિવસ ઓખી મઠમાં મુકામ કીધો. મઠની છાકમછોળ સમૃદ્ધિ ત્યાંના સાધુઓના વિલાસોની ઉપર ઢોળાતી ભાળી. રજવાડી ઠાઠમાઠમાં મ્હાલતો મહંત્ આ તેજસ્વી બ્રહ્મચારીને દેખી મોહાયો. એણે કહ્યું.

'બેટા, જો તું મારો ચેલો બની જા તો તને ગાદીનો વારસ બનાવું, લાખોની સંપત્તિ તારા ચરણોમાં લેટશે.'

આ દરખાસ્તને દયાનંદે તત્કાળ તિરસ્કારથી વધાવી. કાચા સૂતરને તાંતણે એ ઐરાવત બધાયો નહિ.

વડોદરા રાજ્યના દિવાન બહાદૂરે એક દિવસ સ્વામીજીને જમવા બોલાવ્યા. જમાડીને વિદાય દેતી વખતે દિવાને એક હજાર રૂપિયા સ્વામીજીના ચરણોમાં ભેટ ધર્યા.

સ્વામીજીએ થેલીને પાછી ઠેલી કહ્યું “ભાઈ હું તો આવી કુરીતિઓનું ખંડન કરી રહ્યો છું, હું પોતેજ ઉઠીને જો આ સ્વીકારીશ તે પેલા ગોંસાઈઓને પોતાની પધ૨ામણીઓનો કેવો મઝેનો બચાવ મળી જશે !'

સ્વામીજીના પ્રભાવમાં અંજાયેલા તે કાળના એક વાઈસરાય સાહેબે સ્વામીજીની કથા જ્યારે સાંભળી ત્યારે સ્વામીજીના રક્ષણ માટે કાયમી સિપાહીઓ નીમવાની તેમજ રેલગાડીની મુસાફરી માટે પહેલા વર્ગનો પાસ કઢાવી આપવાની એ નામદારે ઇચ્છા બતાવી. સ્વામીજીએ આભાર માનીને ઉત્તર દીધો