પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિઠલો વેઢાળો






વું તે નામ શા માટે પડ્યું હશે? વેઢાળો એટલે વળી શું? એટલે એમ કે ગામ સમો એકલો વિઠલો જ હોશિયાર કે ગમે તેવા વેઢાવાળા લાકડા વિઠલો ફાડી દે.

લાકડામાં બાવળના લાકડા ફાડવા આકરા.અને એમાંય એના વેઢા ફાડવા એ તોબા ભગવાન ! એક એક વેઢો ફાડતં છાતી ઊંચી થઈ જાય ને હાથને ગોટલા બાઝે.