પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૨૦ ]

કલમની પીછીથી



ગયો છે. નસેનસુ દેખાય છે ને હથોડો ઉપાડે છે, ત્યારે પેટ ને છાતી ઊંચા થઈ જાય છે ને વારે ઘડીએ વિઠલાને ઉધરસ આવે છે.

સાંજ પડશે ને વિઠલો ઘેર જશે. જતાં જતાં પાંચ છોડિયાં માગી લેશે. જિંદગીમાં એણે સમ ખાવા એક પણ છોડિયું નથી ચોર્યું.

હમણાં વિઠલો થાક્યો પાક્યો ઘેર જશે. ખાટલીએ બેસશે. દસ વરસના ગગાને અને ત્રણ વરસની ગગીને રમાડશે અને વાળુની વાટ જોશે.

વિઠલાની વહુ બહુ સારી છે. જેવા છે એવા ગરીબ સંસાર સંતોષથી ચલાવે છે ને મજા કરે છે.

વિઠલો ખાતો ખાતો એના બાપા અને એની બાની વાતો કરે છે અને છોકરાને કહે છે કે : “ભા, એક છોડિયું સરખું યે ચોરીશ નહિ અને 'કોઈ દિ' પણ કામનો ચોર થઈશ નહિ.