પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાનો રબારી

[૨૯]




રાત પડે ને વાળુ વેળા થાય. કાનો રબારી ને પુની રબારણ, લાખો, એનો દીકરો ને લાખી, લાખાની વહુ, અને નંદુ ભીખલો ને નથુડો રળિયાત, આખું કુટુંબ દૂધે વાળુ કરે, ગાડાના પૈડાં જેવો રોટલો ને દૂધ ને સાથે ગાજરનું અથાણું.

કાનો રબારી ઢોરઢાંખરે ભરેલો હતો. શરીરે સશકત હતા. બે માણસમાં પૂછાતો. પુની રબારણ છોકરેછૈયે ઢાંકેલી હતી. શરીરે સજાપાવાળી હતી અને પાંચ બાયડીમાં ગણાતી. છૈયાંછોકરાં આંગણામાં રમતાં, બોરડીનાં પાંદડાંની છાશ કરતાં, નળિયાની ગાડી કરતા, ધોલકી ઘોલકીની રમત કરતાં અને મોટાં થતાં એમ સીમે જાતાં.

રબારી સુખી હતા. રબારણ સુખી હતી. રબારીનાં છોકરાં સુખી હતાં.

સૌ સંપીને રહેતાં, ઢોર પાળતાં ને ઢોર ચરાવતાં. રોટલાને દૂધ, રોટલા ને માખણ, રોટલાને છાશ અને ખીચડી ને ઘી ખાતાં ને લ્હેર કરતાં. કોકવાર કળથીનું, કોઈવાર મગનું, તે કોઈવાર અડદનું શાક ખાતા ને મજા ક૨તા.