પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭

કલમની પીંછીથી



ટેબલ ઉપરથી ફેંટો માથે મૂક્યો પણ સવળાને બદલે અવળો મૂકાયો. ગભરાટમાં ને ગભરાટમાં મહેતાજીની પાછલી કાછડીનો છેડો છૂટી ગયો. મહેતાજી ડિપોટીને લેવા માટે સામે દોડ્યા. નિશાળ આખી ચૂપચાપ થઈ ગઈ. બધા શિક્ષકો ટાઢાટમ થઈ ગયા.

ત્યાં તો ડિપોટી નજીક આવ્યા. બરાબર ડિપોટીજ. એમાં જરાકે ફેર નહિ. નાકે ચશ્માં, ખભે ખેસ, હાથમાં લાકડી ને માથે ગુજરાતી પાધડી. અસલ ડિપોટીની જ ચાલ.

મહેતાજી અને ડિપોટી નિશાળના બારણા આગળ ભેટાભેટ થઈ ગયા. મહેતાજીએ સલામ કરી આવકાર આપ્યો: “પધારો શા'બ. એાચીંતા કયાંથી?” ત્યાં તો ડિપોટીના મોઢામાંથી બે લાંબા દાંત દેખાયા ને મહેતાજી સમજી ગયા કે આતો પેલો રત્નો ભાંડ. ત્યાં તો રત્નો ભાંડ હસીને બોલ્યો: “વાહ મહેતાજી શા'બ, ભણેલ ગણેલ તમેય છેતરાણા ? લ્યો, હવે રાજી કરો." મહેતાજીએ ચાર છ આના આપી રત્ના ભાંડને રાજી કર્યો.

એક દિ' મારી કાકી વાત કરવા બેઠાં કે આજ તેા