પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રત્નો ભાંડ

[ ૪૦ ]



પછી છેલ્લી ઘડીએ ખોટા દાંત દેખાડે ને ખડખડ હસે એટલે સૌ જાણે કે આતો ભાંડ !

કાંઈક વાર પરબ હોય, મોટો એવો તહેવાર હોય, ત્યારે રત્નો નવો વેષ કાઢી લાવે ને લોકોને ખુશી કરે.

ગામના છોકરાં તો રત્નાની પાછળ પાછળ ફર્યા જ કરે. એકવાર ખબર પડી કે આ રત્નો છે એટલે તો છોકરાં આઘા ખસે જ નહિ.

રત્નો ભાંડ ખરો વેષધારી. હજી એના જેવો બીજો કોઈ જોયો નથી. એનાં અમે કેટલાયે વેષ જોયેલા કુંભારનો, નગરશેઠનો, વાળંદનો, બ્રાહ્મણનો, પટેલનો, પખાલીનો, બધાયના વેષ અમે જોએલા. રત્નો ભાંડ જિંદગી સુધી સાંભરશે.