પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગુલ= ફૂલ, પુષ્પ,
ગુલઝાર= બગીચો
ગુલ્મ= પાંદડાનો ગુચ્છો.
ગેબી= અદેશ્ય, દિવ્ય.
ગેંદ= દડો-દડી
ગૌણ= મુખ્ય નહિ તે; નાનું.
ગંગા= પવિત્ર નદી. (ગંગાજીના નામ ઉપરથી)
ગ્રીવા= ડોક; ગરદન.
ગ્લાનિ= દિલગીરી, શોક.
ચમન= બાગ બગીચો, ઉપવન,
ચશ્મ= આંખ.
ચારુતા= સુન્દરતા; રૂપ..
ચિર= લાંબું; દીર્ઘ.
ચિલ્વન= પડદો.
ચંડોળ= એક નાના પંખીનું નામ છે. અહીં તો રૂપક છે.
જફા= દુઃખ.
બેજફા= દુઃખરહિત.
જબાં= જીભ, ભાષા, વાણી.
જલધિ= દરિયો, સમુદ્ર.
જહન્નમ= નરક; નારકી ભૂમિકા.
જહાંગીર= દુનિયાને જીતનાર.
જ્વર= તાવ; બુખાર.
ઝખ્મ= ઘા
ઝબેહ= કતલ.
ઝાલિમ= ઝુલ્મગાર.
ઝુલ્ફ= માથાના વાળની લટ; જીલ્લા.
ઝૈફા-ઝઈફી= વૃદ્ધપણું ઘડપણ.
તકસીર= ભૂલ.
તન્નૂર= પતરાનું એક વાસણ, જે શેકવાના કામમાં આવે છે.
તમિસ્ત્રા= રાત્રિ.
તરલતા= ચંચલતા, અસ્થિરતા.
તરુ-તરુવર= ઝાડ, મોટાં ઝાડ.
તલબ= અતિ આતુર ઇચ્છા..
તસલ્લી= સમજાવટ; સમાધાન, શાન્તિ.
તાઝિમ= માન આવકાર; સત્કાર.
તાસીર= અસર.
તિર્યચ= પંખી.
તુફેલે= વાસ્તે, માટે.
તુમુલ= અતિ ગાઢ, ગીચ.
તુષાર= ઝાકળ.
તેગ= તલવાર.
તોબાહ= પસ્તાવો; પશ્ચાત્તાપ.
દમ= શ્વાસ; પળ, ક્ષણ.
દમ-બ-દમ= પળેપળ, ક્ષણેક્ષણ.
દર= હરેક
દરખત= ઝાડ.
દર્વિશ= દરવેશ સાધુ, સન્ત; ફકીર; મહાત્મા
દસ્ત= હાથ.
દારૂ= મદ્ય (પ્રેમરૂપી).


કલાપીનો કેકારવ/૫૧૬