પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશ
૯૩
 




અગમની ઓળખ


• રાગ આસાવરી — તાલ ત્રિતાલ •


સંતો ! કોણ અગમ સમજાવે,
મનમાં ગાંઠ પડી છોડાવે ?— ( ધ્રુવ )

નહીં નામ કે ઠામ દિસે કો,
નહીં દીઠો, નહીં જાણ્યો ;
નહીં કલ્પનામાં કલ્પાયો :
કેમ ઉરે રહે આણ્યો ?
સંતો ! કોણ અગમ સમજાવે ? ૧

સ્પષ્ટ નિરખતાં છે પણ નહીં ને
છે તે નથી કહેવાતો ;
ક્યાં અંગુલિ ચીંધી દાખવવો ?
નહીં કો રૂપ સમાતો :
સંતો ! કોણ અગમ સમજાવે ? ૨