પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
કલ્યાણિકા
 


તદ્રૂપતા

· પદ*[૧]·

નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે,
મુખે વસીને મીઠું હાસે રે;
હૈયામાં વસી એ તો આનંદ હુલાવે રે,
બોલે સોહમ્ વસી શ્વાસે રે !
નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે. ૧

અલખ વિના રહે આકાશ અંધું રે,
સાહેબ વિના બધું સૂનું રે ;
જ્યોતિ વિહોણું ક્યાંથી જીવન જાગે રે :
એક વિનાનું સહુ ઊણું રે :
નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે. ૨

એના ઘુમાવ્યા સહુ ઉડુગણ ઘૂમે રે,
એની વહાવી વહે ગંગા રે;
એનાં દોડાવ્યાં દોડે ભાગ્ય ને બુદ્ધિ રે,
ઊડે અણપાંખા ને અપંગા રે :
નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે. ૩


  1. *"મનને ચઢાવી મેલ્યું ચાકડે રે" - એ ભજનની રાહ.