પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦
કલ્યાણિકા
 દિશાસૂચન

· રાગ ઠુમરી - તાલ ત્રિતાલ*[૧]·

સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ?
લાખ ભલે પઢો ગ્રંથ :
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ? - (ધ્રુવ)

સૂર્ય મધ્યાહ્‍ને આવીને થંભે,
થંભે જ્યોતિનિશાન :
પૂર્વ ભણ્યા વિણ દિશ સૂઝે નહીં ;
ક્યાંથી ઊગે ઉર જ્ઞાન ?
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ? ૧

સાગર દોડે મળવા સરિતને,
સરિત મળવા પહાડ;
પહાડ ઊઠે પાતાળ પકડવા,
પણ બધે ઊભી આડ :
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ? ૨


  1. * "કંથ બિન રહી અકેલી મોરી જાન." - એ રાહ.