પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાધન
૬૦
 


આવ્યો ત્યારે તેં શું કીધું ? મુજને તેં અભય દીધું :
હવે શું રગડાઉં ધૂળે રે ?
ઓ પ્રભુ ! તારું વચન તું કેમ ભૂલે રે ? ૩

અબળ માનવ પડે પાછાં, તારાં પદ તો સદા સાચાં
તારા ડૂબ્યાં વિશ્વ ડૂલે રે !
ઓ પ્રભુ ! તારું વચન તું કેમ ભૂલે રે ? ૪

અચળ શ્રદ્ધા મેં તો રાખી, જ્યાં ત્યાં તારી દયા ઝાંખી;
ભર્યાં રંગ સુગંધ ફૂલે રે :
ઓ પ્રભુ ! તારું વચન તું કેમ ભૂલે રે ? ૫

આજે શું તુજ ભક્ત ભાગે ? પ્રભુ ! તુંને લાજ લાગે !
અદ્દલ એવું માની શું લે રે  ?
ઓ પ્રભુ ! તારું વચન તું કેમ ભૂલે રે ? ૬