આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
કલ્યાણિકા
એક જ તારી ઓથ
• રાગ ઠુમરી — તાલ ત્રિતાલ [૧] •
નાથ ! મને એક જ તારી ઓથ !
તું જ જીવનની જ્યોત :
નાથ ! મને એક જ તારી ઓથ ! - (ધ્રુવ)
સંધી દુનિયા લાગે અંધી,
અંધ દિસે આકાશ :
એક કિરણ વિણ અંધ બધું રહે,
એક ઊગે નહીં આશ :
નાથ ! મને એક જ તારી ઓથ ! ૧
પૃથ્વી ખાલી, સાગર ખાલી,
ખાલી સર્જનખેલ ;
ચેતન વિણ કો જડ નવ જાગે,
ખાલી રહે દિલમહેલ !
નાથ ! મને એક જ તારી ઓથ ! ૨
- ↑ "કંથ બિન રહી અકેલી મોરી જાન," એ રાહ.