પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાલહત્યા :૧૨૧
 


'બાઈ! મને સમજાતું નથી કે તમારા ગુનાને અને રાજકારણને સંબંધ છે?'

'હું સંબંધ બતાવું..' કહી પેલી સ્ત્રીએ પોતાની કથની ટુંકાણમાં કહી. તેના મુખ ઉપર ક્ષોભ ન હતો, ઘેલછા ન હતી; એના મુખ ઉપર તિરસ્કાર વરસી રહ્યો હતો – જેમાં ઈશ્વર, પાકિસ્તાન, હિંદુસ્તાન ઈસ્લામ, આર્યતા, ન્યાય અને અદાલત ઉપર એણે અગ્નિભર્યા વાકબાણ ફેંક્યાં.

પતિની એ પ્રિય પત્ની હતી. એને બે બાળકો હતાં. ભર્યા કુટુંબમાં એ રહેતી હતી. અને એકાએક ધર્મ-કોમનો રાક્ષસી ઝગડો સળગી ઊઠ્યો, એના ઘરને ગુંડાઓએ ભસ્મ કરી નાખ્યું. બચવા મથતાં બે બાળકોને ભડભડ બળતા ઘરમાં ફેંકી તેની નજર આગળ બાળી નાખ્યાં. ઘરને અને પત્નીને બચાવવા મથતા તેના પતિને તેની આંખ આગળ કાપી નાખ્યો. પછી ગુંડાઓએ તેને ઉપાડી તેના ઉપર અત્યાચાર આદર્યો, અને તેને ધર્માંતરનું નામ આપ્યું! — એમાં ધર્મ જેવી કશી વસ્તુ રહી હોય તો ! ધર્માંતરમાંથી સ્થળાંતર કર્યું. સ્ત્રીઓનાં બક્ષિસ વેચાણ થયાં, જેમાં તેનું પોતાનું નામ વેચાણ થયું.

જે સ્થળે બળજબરીનો ધર્મપલટો કરી તેને માથે નવો સંસાર લાદ્યો હતો એ સ્થળે અન્ય ધર્મીઓએ–એટલે હવે બાઈના મૂળ ધર્મવાળાઓએ બદલો લીધો. જે ઘરમાં એને રાખી હતી એ ઘર એ ધર્મનિષ્ઠોએ બાળ્યું, ઘરનાં માણસોને બાળ્યાં, અને બદલાયેલા પહેરવેશને અંગે તેના મૂળ સ્વધર્મીઓએ તેના ઉપર ફરી અત્યાચાર આદરી એમ માન્યું કે તેનું ધર્માન્તર કરી નાખ્યું, અને પરધર્મ ઉપર વિજય મેળવ્યો !

આમ હિંદુ સ્ત્રી ઉપર અત્યાચાર કરી ઈસ્લામે માન્યું કે તે ખૂબ ખીલ્યો ! ઇસ્લામી સ્ત્રી ઉપર અત્યાચાર કરી આર્યધર્મે માન્યું કે,