પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલિકામાંથી એક પાન : ૧૮૧
 


' જી જી ન કરીશ; સીધો જવાબ આપ. તારી પાસે ઘરેણાં કેટલાં ?'

'આ આખું વર્ષ મારાં ઘરેણાં ઉપર ખર્ચ ચાલ્યો છે.' સુશીલાએ બહુ લાંબું વાક્ય કહ્યું.

‘ઘરેણાં તારાં છે એમ કહેતાં તારે શરમાવું જોઈએ. એ તારી કે તારા બાપની કમાણીનાં ન હોય. કેટલાં છે એટલું કહે એટલે બસ.'

'મુનીમજીને ખબર છે. કુંચી પણ એમની પાસે છે.'

'એ કમબખ્તને કેમ ઘરેણાં સોંપ્યાં ? તારામાં અક્કલ ન હોય; પણ તને મારી અક્કલમાં પણ વિશ્વાસ નથી શું?,

સુશીલાએ તાબડતોબ મુનીમને બોલાવી એનાં ઘરેણાં મને સોંપી દેવા કહ્યું. મુનીમ પોતાને ઘેર કુંચી લેવા ગયો, તે ફરી દેખયોય જ નહિ: એક દિવસ નહિ, બે દિવસ નહિ, ત્રણ દિવસ સુધી નહિ !

હું તો શરમનો માર્યો ઘરમાં જ ભરાઈ રહ્યો. પૈસા વગર 'કલબ'માં મુખ બતાવાય જ કેમ? એ શરમની લાગણીમાં મને તાવ આવી ગયો. મારી તબિયત સારી ન હોય ત્યારે સુશીલા રાતદિવસ આંખ મીંચ્યા વગર મારી પાસે બેસી રહેતી એ સાચું. પરંતુ એથી તો મને વધારે ચીડ ચઢતી. સુશીલા કરતાં વધારે ચપળ 'નર્સ ' મને વધારે ગમતી અને હું નર્સને જ સારવાર કરવા દેતો.

ત્રીજે દિવસે મારો તાવ તો ઊતર્યો. ક્લબમાં જવાની તલપ મને થઈ આવી. પરંતુ મારાથી ત્યાં જવાય કેમ? Debt of honour – નાક સમું માનવંત દેવું હજી અપાયું ન હતું.

અને મારો લેણદાર મિત્ર જાતે જ મારા ઓરડામાં આવી ઊભો ! મારી પાસે પિસ્તોલ પડી હોત તો હું જરૂર આપઘાત કરત !

'તું માંદો છે એની મને ખબર જ ન હતી.' મિત્રે આવતાં બરોબર વાત શરૂ કરી.