પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેરભાવે ઈશ્વર : ૧૯૧
 

કેટલાંક નામોનું અપમાનજનક એકવચન કરવું મુશ્કેલ હોય છે. દેવદાસ એવા પ્રકારનું નામ હતું .

'ના, શેઠસાહેબ ! એ આવવાનો પણ નથી ! ' ઈશ્વરે કહ્યું. અમલદારો તો માત્ર સાહેબ જ હોય છે, જયારે ધનિકો 'શેઠ' અને 'સાહેબ' બન્ને હોવાનું માન ધરાવે છે.

'કાલે સાચી વાત કહી તે ચટકો લાગ્યો !'

'એમ જ લાગે છે. આ રાજીનામું ટપાલમાં આવી ગયું છે.' કહી ઈશ્વરદાસે કાગળ સુખનંદનના હાથમાં મૂક્યો. કાગળ વાંચતા જ શેઠની ભમ્મરો ખેંચાઈ.

'એમ? આ તો ઉપરથી ધમકી છે. પાંચ ટકા નફા જેટલી એની કિંમત છે કે નહિ એની વરસ દિવસમાં મને ખબર પડી જશે, ભલે ! આજથી દેવદાસનું કામ ભાઈને બતાવો.' શેઠે કહ્યું.

'ભાઈ' એટલે શેઠના સુપુત્ર. મોટે ભાગે ભણતર અડધેથી છોડી, નવ ભણતરે ખીલવેલી ગાળ, ગમ્મત અને કપડાંની સફાઈ સંપૂર્ણ પણે એમાંથી મેળવી, પિતાને પૈસે - કે ધંધાને પૈસે - ઈંગ્લેડ, અમેરિકા, જર્મની કે જાપાન જઈ આવી ધંધાનો પૂર્ણ અનુભવ મેળવ્યાનો સ્વસંતોષ ખીલવી જૂના અનુભવી નોકરો કે સહાયકોને ખેસવી ભારે પગાર, સારી ભેટ–બોનસ અને પગાર ન ઘટે એવા ભથ્થાંભાડાં લઈ ધંધા સાથે જીવનમાંથી મળતા સર્વાંગી આનંદના પૂર્ણ કટોરા પીનાર ધનિકપુત્રો કે ધનિકભત્રીજા - ભાણેજોનો નવો વર્ગ હિંદમાં – હિંદના ઉદ્યોગોમાં પગભર થઈ ચૂક્યો છે – એ 'ભાઈ.'

સુખનંદનની બુદ્ધિ એવી બુઠ્ઠી બની ગઈ ન હતી કે દેવદાસની કિંમત છેક ન સમજે. ઈશ્વરદાસ મારફત અઠવાડિયા પછી શેઠે દેવદાસને મળવા બોલાવ્યો.

દેવદાસ ન આવ્યો.

પાંચ ટકા નફો આપવાની વૃત્તિ પણ શેઠે દેખાડી.

દેવદાસે તેનો સ્વીકાર તો ન જ કર્યો ! ઉપરાંત તેણે એવી