પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨ : કાંચન અને ગેરુ
 

કસરત કરે છે કે નહિ, અને કસરત કરતા હોય તો દંડબેઠક કાઢે છે કે લાંબે સુધી ફરવા જાય છે, ચંદ્ર સામે કેટલી વાર તેમને જોઈ રહેવું પડે છે, અને કયાં પુષ્પો વધારે પ્રબળ કવિતા લખાવે છે: આવા આવાં કૈંક કુતૂહલ વિદ્વત્તા અંગે જનતાને થાય છે. અને જેમ તેમના જીવનમાં વધારે વિચિત્રતા જડે તેમ તે વિદ્વાનની મહત્તા વધારે !

રાત્રે દસ વાગ્યે સૂઈ સવારે છ વાગે ઊઠતી વિદ્વત્તા કરતાં રાતના બે વાગ્યા સુધી જાગી બીજે દિવસે સવારે દસ વાગ્યે ઊઠતી વિદ્વત્તા વધારે મોટી ગણાય ! નિર્વ્યસની સાક્ષર એ સાક્ષર નામને યોગ્ય ગણાય જ નહિ. જ્યારે દિવસના ચાર 'ટિન' સિગરેટનાં ખલાસ કરતો સાક્ષર સાક્ષરતાની સીમામાં જરૂર આવે; સિગરેટ પીતાં પીતાં છબી પડાવે તો તે એની સાક્ષરતા ખાસ દીપી નીકળે; અને પાસે આસવની શીશી હોય તો એની વિદ્વતાનો ઓર રંગ જામે ! જેની તેની સાથે ઝગડી ઊઠતા સાક્ષર, સાક્ષરત્વના સાચા તણખા ધરાવતા ગણાય અને તમાચા મારી ઊઠતી સાક્ષરતા વગર વીરકાવ્ય લખી શકાય જ નહિ ! એકની એક સ્ત્રીથી જ સંસાર ચલાવતા નીરસ કવિ કરતાં એક-બે પત્નીઓને છૂટાછેડા આપી ત્રીજી પત્નીને કાઢી મૂકવાની તૈયારી કરતો અને કઈ યૌવનાને ચતુર્થ પત્નીનું માન આપવું એની ઝડપી ગણતરી કરતો કવિ વધારે રંગીન કવિતા લખી શકે એ માન્યતા સ્વાભાવિક કહેવાય; અને જેની પ્રેમસાંકળનો પાર જ ન આવે એવા કવિની કવિતા જરૂર ચિરંજીવી ચિરંતન, અદ્યતન, ક્રાન્તિકારી અને વાસ્તવતા ભરેલા જીવનમંથનમાંથી જાગેલી જ ગણવાની લોકમાન્યતા મહત્તાને સીધી સાદી જેવા કરતાં રંગીન, ગુલાંટ ખાતી, ચક્કરે ચડેલી જોવી વધારે પસંદ કરે છે. સીધી ગાડી કે કારમાં બેઠેલા સાક્ષર કરતાં બકરાની બાબાગાડીમાં બેઠેલો સાક્ષર વધારે સાક્ષરતાભર્યો લાગે છે.

યુવકયુવતીઓની બહુ ઈચ્છા છતાં ચન્દ્રાનનમાં, ચન્દ્રાનનના જીવનમાં, ચન્દ્રાનનની દિનચર્યામાં અહાહા કહેવરાવે એવી કોઈ વિચિત્રતા