પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વણઊકલી વાત : ૨૨૯
 

દરવાજા આગળ આવતાં અટકી ગઈ !

શશીકલા એક પુસ્તક ઉપર શીશ ઢાળી એકલી એકલી રુદન કરતી હતી.

એ પુસ્તક ચન્દ્રાનનનો કાવ્યસંગ્રહ તો નહિ હોય? અને... ચન્દ્રાનને વર્ણવેલી ધનિક પુત્રી...વર્ષો પહેલાં કોણ હોઈ શકે ?

રશ્મિએ પોતાની શંકા માને પૂછવાનું માંડી વાળ્યું.