પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪ : કાંચન અને ગેરુ
 

ખૂણાની એક ખાલી ખુરશી ઉપર પ્રકાશ વેરી મને દોરવણી આપનારે કહ્યું : 'સાહેબ ! અહીં ખાલી જગા છે'

'જગા ખાલી નથી.' એક યુવતીનો કંઠ સંભળાયો.

વીણાનો જ એ કંઠ !

'ખાલી છે ને, બહેન?'

'કોઈ મારી સાથે ન બેસે એ માટે મેં વધારાની ટિકિટ લઈ જગા ખાલી રાખી છે. વીણા બોલી. એના અવાજમાં વિરોધ હતો.

અંધારામાં નવો આવેલો હું વીણાનું મુખ જોઈ ન શકું; પરંતુ અંધારામાં ટેવાયેલી વીણાની આંખ જરૂર મને જોઈ ઓળખી શકતી હતી ! છતાં મને પાસે બેસવા દેવાનો પણ વિરોધ કરતી હતી ! ખાલી ખુરશી હોવા છતાં !

'સાહેબ આવ્યા છે...આપના ઘરમાંથી. દોરવણી આપનારે કહ્યું અને હું વિરોધ છતાં ખાલી ખુરશી ઉપર બેસી જ ગયો ! જોરપૂર્વક ધમપછાડ કરીને હું બેસી ગયો. લોકો આ વાતચીત બંધ થાય એમ ઈચ્છી સિસકારીઓ કરવા લાગ્યા હતા એટલે વીણા કાંઈ વધારે બોલી નહિ; પરંતુ હુ પાસે બેઠો હતો તેનું એ ધ્યાન પણ વિસરી ગઈ. ચિત્ર તો શરૂ થઈ ગયું હતું એટલામાં !

ચિત્ર શરૂઆતથી જ હસાવે એવું હતું. પરિણીત જીવનમાં બિનઅનુભવી પતિ પત્ની નાની બાબતમાં કેવાં ઝઘડી પડે છે, કેવી ગેરસમજમાં ફસાય છે અને ખોટા મમતે ચડી જીવનનું નાવ કેવા ખરાબે અથડાવી દે છે તેની પ્રસંગપરંપરા ચિત્રમાં આબેહૂબ રજૂ થતી હતી. પૂર્વનું કે પશ્ચિમનું માનવજીવન અંતે તો એક જ છે ને ? આખો પ્રેક્ષક વર્ગ ખડખડાટ હસ્યે જ જતો હતો. મને પણ ખૂબ હસવું આવતું. આપણા જીવનના ગંભીરમાં ગંભીર ઝઘડા કેવા ક્ષુલ્લક, ભૂલવા પાત્ર, કદી ધ્યાનમાં ન લેવા જેવાં કારણોમાંથી