પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલતાન : ૩૫
 

લઈ હું શિકારે ગયો. શિકારમાં હું નથી માંચડા બંધાવતો કે નથી બંધાવતો બકરાં કે મેઢાં. વાઘસિંહને તેમની ગુફામાંથી છંછેડી બહાર ખેંચી કાઢી હું આજે પણ તેમને મારું. આ વખતે મારી ધારણા કરતાં જુદો જ પ્રસંગ બન્યો. છંછેડતાં ગુફામાંથી એક વાઘે મુખ બહાર કાઢ્યું અને મારા ઉપર તલપ મારવા તેણે સહજ અંગ સંકોર્યું. મને તેનો ડર ન હતો પણ એટલામાં તો સુલતાન ઘૂરકી ઊઠ્યો. બીજી ઝાડીમાંથી બીજો વાઘ પણ મારા ઉપર જ તૂટી પડવા પેંતરો લેતો હતો. એક ક્ષણનો જે પ્રસંગ હતો; પણ એ ક્ષણમાં મેં બે બાજુએથી મોતને આવતું જોયું. હિંમત કરી ગોળી છોડી, જે આબાદ પેલા ગુફાવાળા વાધને વાગી; એને બચવાનો સંભવ જ ન હતો. જ્યાં બીજી પાસ નજર કરી ત્યાં તે ઝાડી પાસે જબરદસ્ત યુદ્ધ જોયું. વિકરાળ વાધને ગળે સુલતાન પોતાના દાંત ભેરવી ટીંગાયો હતો ! વાઘને પણ લાગ્યું કે એના પોતાના જ કિલ્લામાં એની સામે હુમલો કરી શકે એવું કોઈ અવનવું પ્રાણી આવ્યું છે ! વાઘના પંજાએ સુલતાનને જરૂર મોતને શરણ કરી દીધા હોત, પરંતુ હલ્લો કરવા ટેવાયેલા વાઘે પોતાની સામે હલ્લો થયેલો જોયો, અને પોતાના જ મર્મસ્થાનને દબાયેલું અનુભવ્યું, એટલે તે સહેજ ઝંખવાયો; ગૂંગળાયો, ગૂંચવાયો અને પોતાના પંજાનો પ્રહાર કરવા ગયો એટલામાં જ મેં તાકીને બીજી ગાળી છોડી, જે વાગતાં જ તે જમીન ઉપર ગબડી પડ્યો.'

'વકીલસાહેબ ! સુલતાને જો આ હિંમત ન કરી હોત તો હું વાઘનો ભક્ષ થઈ જ ગયો હતો. બે દિવસ સુધી સુલતાનનો ઘુરઘુરાટ મટ્યો નહિ. વાઘની સામે થઈ પોતાના પાલકને બચાવનાર એ શ્વાનના દેહમાં કદાચ બે દિવસ સુધી એ વાઘ સામેના યુદ્ધનો ઝણઝણાટ રહ્યો હશે. આવું તો કૈંક બન્યું છે.'

મારા દેહ સાથે માથું ઘસી રહેલા સુલતાનને મારી અનિચ્છા છતાં મેં થાબડ્યો; એ વધારે નજીક આવ્યો. મેં એને વધારે વહાલથી