પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮: કાંચન અને ગેરુ
 


'ધર્મિષ્ઠ ? જરા ય નહિ.'

'અમારો ધર્મ પણ કહે છે કે સહુએ પોતપોતાનું કામ કરી લેવું.'

'પણ એમાં ઈશ્વરની બીક નહિ અને ધર્મની આજ્ઞા નહિ.'

એ જ દિવસે એક સરકારી છાપવાળો પત્ર અશોકને મળ્યો. અશોકે ખોલી વાંચ્યું અને માને પૂછ્યું: “મા ! આપણા એક પ્રાન્ત પ્રધાન હરિશ્ચંદ્રરાય આપણા કાંઈ ઓળખીતા છે?’

'બહુ વર્ષો પહેલાં – ખરા.'

'મને કેમ બોલાવે છે?’

'કાંઈ નોકરી આપવી હોય.',

'નોકરી તો લેવી જ નથી.'

'એ તો ભાઈ તું જાણે. પણ બોલાવતા હોય તે મળી આવવું સારું. મારા ઈશ્વર કરતાં એ વધારે અસરકારક હોય !' અશોકની ઈશ્વર સંબંધી મશ્કરીમાંથી માએ ઈશ્વરત્વના બચાવ માટે પણ મશ્કરીનો આશ્રય લીધો.

અને ખરેખર માની ધારણા પ્રમાણે હરિશ્ચંદ્રરાય પ્રધાન ઈશ્વર કરતાં વધારે અસરકારક નીવડ્યા !

અશોકને તેમણે પોતાની કચેરીમાં બોલાવી કહ્યું : 'અશોક તને કદાચ ખબર નહિ હોય, પણ હું અને તારા પિતા અંગત મિત્રેા હતા.'

'જી.'

'બહુ શક્ય ગણાય કે તેઓ આજ જીવતા હોત તો પ્રધાન બન્યા હોત.' સાથે જ નહિ, પણ મારે સ્થાને તેઓ પ્રધાન બન્યા હોત.'

'મા એમની બહુ વાત કહે છે.'

'તું હવે અમારો સંબંધ જાણી ચૂક્યો. મારી ઈચ્છા છે કે તને હું યોગ્ય નોકરીએ વળગાડુ.'

'હું આપનો બહુ આભારી છું. પણ...નોકરી ન કરવાનો