પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪ : કાંચન અને ગેરુ
 

હતો. એણે આ મૂર્છિત યુવતીને જોઈ, ઓળખી, તેને પવન નાખી શુદ્ધિમાં લાવવા પ્રયત્ન કર્યો. એનું તાણ વધી રહ્યું એટલે તેણે તેના હાથમાં દબાઈ ફાટી જતા કાગળને કાઢી જોઈ ઝડપથી વાંચ્યો, પાછો તેના હાથમાં મૂક્યો અને તેને સુવાડી એક વેલના પડદા પાછળ તે સંતાયો.

કપિલાની મૂર્છા વળી. તે પૂરી શુદ્ધિમાં આવી; જરાં ફાટેલો ચૂંથાયલો કાગળ પણ તેના હાથમાં જ હતો એ જાણી તેને સંતોષ ઊપજ્યો. તેના મુખ ઉપર ઘેલછાભરી દ્રઢતા ફેલાઈ. પાસે પડેલી બૅગમાંથી તેણે શીશી કાઢી, સૂંઘી, તેને હોઠ પાસે લઈ જતાં બરોબર પાછળથી તેના હાથને કોઈએ મજબૂતીથી પકડી લીધો. કપિલા ચમકી. એણે પાછળ જોયું. સ્વસ્થ, હસતું મુખ રાખી ઊભેલો વિજય તેની દ્રષ્ટિએ પડ્યો.

'વિજય ! છોડી દે હાથ. બધા દુશ્મનો કેમ પાક્યા છો ?' કપિલાએ કહ્યું.

'ત્યારે તું મને ઓળખે છે ખરી. તારાથી બેત્રણ વર્ષ હું આગળ ભણતો હોઈશ.'

'તું યે મને ઓળખે છે, એમ ? '

' જરૂર. આખું નગર તને ઓળખે છે. તું કપિલા ! આખી કૉલેજની માનીતી...'

'વારુ, મારી દવા મને પી લેવા દે.'

'તારી દવા મારે ચાખી જોવી છે. એ દવા હશે તો પીવા દઈશ.'

'શી ઘેલી વાત કરે છે ? મારી દવા તે તારાથી પિવાય?'

'તારાથી પિવાય એ બધી જ દવા મારાથી પિવાશે.'

'મારો કાગળ – તે વાંચી લીધો શું ?'

'તારો કાગળ ? કયો ? હું શા માટે વાંચું ?'

'ત્યારે તું મને મારી દવા પીતાં કેમ અટકાવે છે ? તને