પૃષ્ઠ:Kankavati.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારો સસરો રાવળ રાવળ
હું પૂજું પોદળો પોદળો
મારી સાસુ રોદળો રોદળો.

ન્યા બોરડીના ઝાડને પૂજીને પોતાના ભાઈના ઘરમાં ગોરી ગાયની વાંછના કરે. આંકડાના છોડ પાસેથી વીરને માટે વાંકડિયા શીંગવાળા બળદનું વરદાન માગે : આવળના રોપની આરાધના કરતી કરતી રાજવી (રાવળ) સસરો માગે : ગાયનો પોદળો પૂજતી પૂજતી કેવી સાસુ માગે ? ઢીલી ઢફ, પોદળા જેવી. કામ ન કરી શકે તેવી !

શા માટે ? પોતે જ સસરાના ઘરની હકૂમત ચલાવી શકે તેટલા માટે !


ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત


ચાંદા ! ચાંદલી શી રાત
ચાંદો ક્યારે ઊગશે રે ?
...ભાઈ[૧] ગ્યા છે દરબાર
ઘોડે ચડીને ઘેરે આવશે રે.
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોળ
...વહુ[૨] (બેન) ગોર્ય પૂજશેરે.


વિસામડા ! વિસામડા !


ન્યાઓ નવાણે જાય. ભેળી મલી ઊભડક પગે બેસે. તાળીઓના તાલે તાલે. આ જોડકણું ગાય :

વિસામડા ! વિસામડા !
વાડને વડું
લેર ને લાછું

  1. અહીં તમારા પોતાનાં ભાઈ-ભાભીનાં નામ મુકાય.
  2. અહીં બહેન વ્રત કરતી હોય તો બહેનનું નામ લેવાય.