પૃષ્ઠ:Kankavati.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અરધી પૂજા અરધી રમત

પાપ-પુણ્યના આવા વિકરાળ ભાવોથી લોકાવ્રતો મુક્ત છે. આવી કલ્પના જ લોકવ્રતોના આશયથી વિરુદ્ધ જાય છે. અરધી પૂજા અને અરધી રમત જેવાં લોકદ્રતો જીવનના ફૂલને ફૂટવા આપે છે, ભસ્મ કરતાં નથી, તે વ્રતોનું નિર્માણ જ જીવનને મોકળું, પ્રફુલ્લિત અને નિયમપ્રેમી બનાવવાનું છે.

અને વ્રતોની દુનિયામાં વળી આ પવિત્ર અને આ પતિત એવા આ ભેદ શાના? વ્રતરાજમાં વિષ્ણુપુરાણનો આધાર ટાંકીને લખે છે કે “જો પતિત વગેરે નજરે પડે તો બુદ્ધિમાન પુરુષે સૂર્યદર્શન કરવું. બૃહન્નારદીય'નો આધાર ટાંકી કહે છે કે “વ્રતાદિકની મધ્યમાં રજસ્વલા, ચાંડાલ, મહાપાપી, સુવાવડી સ્ત્રી, પતિત, ઉચ્છિષ્ટ અથવા ધોબી વગેરે નજરે પડવાથી અથવા તેનો શબ્દ સાંભળવાથી બુદ્ધિમાન પુરુષે એક હજાર ને આઠ ગાયત્રી મંત્રનો જપ કરવો.

હેમાદ્રિમાં પદ્મપુરાણનું વચન છે કે ગર્ભિણી, સુવાવડી, કુમારી અથવા રોગિણી સ્ત્રી જ્યાં સુધી અશુદ્ધ હોય ત્યાં સુધી બીજા પાસે વ્રત કરાવે, અને શુદ્ધ થયા પછી પોતે વ્રત કરે.”

કોળીની કન્યા

પરંતુ લોકવ્રતોમાં તો એક પણ પતિત પાત્ર નથી. કણબીની કન્યાઓ વ્રતો કરે છે. ગાયવ્રતની વાતમાં કોળીની છોકરી ગાય માનાં વ્રત કરે છે. (કંકાવટી') કોળીની છોકરીનું એમાં આવું રમ્ય ચિત્ર અંકાયું છે -

રાંકને પેટ રતન શાં!
કુલડીમાં પાણી આલો !
કોડિયામાં પાણી આલો!
ધાણી ધાણી ખાય છે.
પાણી પાણી પીવે છે.

ને પછી એનો વ્રત કરવાનો આગ્રહ:

થશે પળશે ને કરીશ
ગાય માને ગાળે કરીશ
તુળસીને કયારે કરીશ
પીપળાને પાને કરીશ
સૂર્યનારાયણને સામે કરીશ
ધરતીને ધ્યાને કરીશ.

અને કેવી સોહામણી લાગે છે એ વ્રતિની કોળી કન્યા: