પૃષ્ઠ:Karanghelo.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૦૮ )

વખતે તેનો લય થાય છે, અને વખતે નાશ કરનારાં સાધનો અનેક આવી તેને તોડી પાડવાને યત્ન કરે છે તો પણ તે ખડકની પેઠે ટકી રહે છે. એનું મુખ્ય કારણ ટેવ છે, શરીર જેવું ટેવાય છે તેવું થાય છે. જે કારણોથી એક માણસનું મૃત્યુ થાય છે તેથી બીજાનું શરીર જોરાવર થાય છે. એ સઘળો ટેવનો મહિમા છે. પણ ટેવની સત્તાને કોઈ મર્યાદા છે કે નહી? એ વાત ગમે તેમ હોય તોપણ દેહકષ્ટ કરવામાં શો લાભ છે? પરમેશ્વરે માણસને સુન્દર તથા ચમત્કારિક આંખ આપેલી છે તે વડે તે સૃષ્ટિને નિરખે છે, તેની ખુબી તપાસે છે, અને તે તપાસતાં સૃષ્ટિના કર્તાની અપાર શક્તિ, અનંત ડહાપણ, બેહાળી દયા, તથા ડગલે ડગલે તેના સંકેતનાં ચિન્હો શોધી કાઢીને વધારે ભક્તિથી તથા વધારે સાચા દીલથી તેને તે સેવે છે, એવી આંખનો માણસે શું ઉપયોગ ન કરવો ? જે કાનવડે સૃષ્ટિમાંહેલા ચિત્તાકર્ષક નાદ, પક્ષિઓનો સુન્દર અવાજ, તથા માણસના ગળામાંથી જે નાના પ્રકારના રમણિક સાદ નીકળે છે તે સંભળાય છે તે શું સર્વ ન સાંભળતાં કાન બંધ કરી રાખવા ? જે નાકવડે વાસવાળા પદાર્થોની સુગંધ અથવા દુર્ગંધ પારખી શકીએ છીએ તે નાક શું કામે ન લગાડવું? તથા ગંધ વિષે જે સૂચના આપે તેને શું ન માનવી ? વળી જીભ વગેરે મ્હોડામાં જે સાધનો પદાર્થના જુદા જુદા સ્વાદ લેવાને આપેલાં છે તેઓનો ઉપયોગ કેમ ન કરવો ? સ્વાદમાં જે ભેદ છે તે ખોટો માનીને શું મીઠો તથા કડવો એક જ સમજવો ? અને અનાજ વગેરે જે જે વસ્તુ સ્વાદને સારી લાગે છે તથા શરીરને પોષણકર્તા છે તે તે પદાર્થો પરમેશ્વરે ખાવાને સરજ્યા છે, અને કડવી તથા બદસ્વાદની વસ્તુઓ જેથી શરીરને પુષ્ટિ મળતી નથી, તેઓ તે કામને માટે પેદા કીધેલી નથી એ વાત અનુભવથી જાણ્યા છતાં, શું ખોટી માનવી ? અગણિત છિદ્રવાળી તથા અસંખ્ય જ્ઞાનરજજુઓથી ભરપૂર એવી ત્વચા જેની બહારના પદાર્થથી જે સુખદુ:ખ થાય છે તે એાળખવાની શક્તિ આપેલી છે તેને શું પોતાનું કામ ન કરી શકે એવી કરી નાંખવી ? વળી જગતમાં ચોતરફ નજર કરીએ છીએ ત્યારે સ્પષ્ટ દીસે છે કે સઘળી વસ્તુઓ જાણે માણસના આનંદ તથા સુખને