પૃષ્ઠ:Kathan Saptashati.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દંડ મુંડ ને ડાંમ એ તો કરશનજીનાં કાંમ.
દીકરી છે કે વઊ તો કે તેમાંથી સઊ.
દેખાદેખી સાધે જોગ પડે પીંડકા વાધે રોગ
ધણી વિનાની વાડી અને વેઠે પકડી ગાડી.
પય તે પાએ અને વેરી ઘાએ.
પારકી લેખણ પારકી શાઈ મતું કરે માવજીભાઈ.
પોથાં તે થોથાં ડાચાં તે સાચાં.
પાઘડ મોહોટા ને અંદર ખોટા.
પારકું વગોણું અને જગલાને જોણું.
પંખીનો ઠગ હાડીઓ માણસનો ઠગ ચાડીઓ.
પુરાનાં પાંણી ને અમરત વાંણી.
પાસા પડે તે દા રાજા કરે ન્યા.
પેટ કરાવે વેઠ.
પોર મુઈ સાસુ ને ઓણ આવ્યાં આંસું.
બઈનાં ફળ બાઈને સોભા માહારા ભાઈને.
બેહેન ઘર ભાઈ જે સાસું ઘેર જમાઈ (ચાકરી પામે)
બેસીએ જોઈ તો ઊઠાડે નહીં કોઈ.
બ્રાહ્મણ વચને ખડડાય વેશાપુત્રી થી મુંત્રી.
ભીખને ભારો તે સવારમાં સારો.
ભુખ વીનાનું ખાવું ને મન વીનાનું ગાવું.
ભાગ્યના ભેરૂ ગોપીચંદનને ગેરૂ.
ભલું થઊ ભાંગ્યો જંજાળ સુખે ભજશું શ્રીગોપાલ.
ભાંણોભાઈ હઈઆના માળે ભુલી ગરને લેઈ જાઅ ગોળી.
ભુંઈ પડીઊભાયનું જડે એના બાપનું.
ભણા ગણા તે વેપારી ન ભણા તે ઠોબારી.
માંથે લેઈને મેલવાજાઅ અને રણે રહો રાંદલ ગીતમાં ગાઅ.
માંથે ઓઢી ચાદર એટલે જાંણે બોઠા તાંહાં પાદર.
મન હોઅ ચંગા તો કથરોટમાં ગંગા.
મન કે હું માળીએ બેસું કરમ કે હું કોઠીમાં પેસું.
મીઆં ચોરે મુંઠે ને અલા ચોરે ઊંટે.
(મુઠી મુઠી ચોરીને ઊંટ લીધું તે મરી ગયું.)