પૃષ્ઠ:Kathan Saptashati.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


પ્રકરણ ત્રીજું

અતી ઘણું નહીં તાંણીએ, તાંણે તુટી જાઅ;
તુટા પછી સાધીએ, વીચે ગાંઠ પડી જાય.
આગળ બુધી વાંણીઓ, પાછળ બુધી વીપ્ર
સદાઅ બુધી શેવડો, તરત બુધી તરક.
અંધાને અંધો કહે, વરવું લાગે વેણ;
ધીરે ધીરે પૂછીએ, શાથી ખોઆં નેણ.
ઊંચા ઓ બદલીઓ, નીચા જોઈ નાર;
એક લહટો વાંણીઓ, ત્રને ગડદન માર.
ઊનાલે ઊતેલીઉં, શીઆલેશલા;
ચોમાશે જાઅ કાલીવેજીએ, જુ જવે કોઈ જેવલા.
ઊંદરને ઊચાલો નહીં, ગાંડીને ગવાલો નહીં.
નાગર બચો કાલો નહીં, બ્રાહ્મણ ગેર પાલો નહીં.
કરતા હઈએ તે કીજીએ, અવર ન કીજે કગ,
માથું રહે શેવાલમાં, ઊંચા રહે બે પગ.
કાંણું ઘોડું ને કાડકણું, તે કોણ રાખે વેચાતું,
અકલ હીણાં અકરમીની, વીવાની શી વાતો.
કાઠી લુટે કોલી લુટે, એ સરવે જાણું,
વાંસવાડાના વેરાગી લુટે, એ તે કુંભા કાણું.
કાશીની માશી, અનેં મથુરાંની મા
મારૂં કહીઊં માંન, તો મછોમાં નાહ.
ખડ સુકાં ઢોર વહુકાં, વાલાં ગઆ વીદેશ;
અવસર ચુકા મેઊલા, વરસી કાઊ કરેશ.
ખણેગા સોપડેગા, તુમ ફીકર ન રાખો ભાઈ,
ચિઠી આપી બ્રાહ્મણને, અનેં ગધે ચડા ભાઈ.
ગાઅ અમારી સાથી મારી, એ અમને બતલાવો.
હુંકારામાં અમે ન સમજીએ, હીસાબ ગણો તો આવો.
ગોપી ને ઘર ગપી આવે આવ્યા, આવો ગપીજી;
બાર હાથનું ચીભડું, ને તેર હાથનું બી.
નથુ ભગત કે ન્યાલ થઆ, ભલે મરી ગઈ ગાઅ.
પુરાણ સુખતો પામીએ, જો વાછડું વાંસે જાઅ.