પૃષ્ઠ:Kathan Saptashati.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાધુ સંત તો છૈયાં છોકર, સેવા કેહેની કરૂં.
બ્રાહ્મણનું જાઅ જમે, ભવાઆનું રમે;
વાંણીઆનું જાઅ લાભે, ભરવાડનું ડાભે.
બાર ગાઊએ બોલી બદલે, તરૂવર બદલે શાખા
જાતે દહાડે કેશ બદલે, લક્ષણ ન બદલે લાખા.
ભાટબ્રાહ્મણનું લાકડું, વણ પેસારીઊ પેસે.
કહું હોઅ ચોરે આવજો, તો ઘેર આવીને બેસે.
ભાટભાટ ભાટુડી, શેટે બાંધી ચાટુંડી.
ચારણચારણ ચારનીઆ, કોટે બાંધી ઊઘંટીનું પડ.
તોકે જડતું ન આવું, તોકે ભારે તો મરશે.
મ્રગશરના નવા આવાવલા, આરદરા ન ઊઠ મેહ.
ભરજોબન ન જાઓ બેટડો, ત્રને હારીઆં તેહ.
રાહ પાગ નેં પારખું, નાડી મેલણ ન્યાય.
તરવું તાંતરવું તસકરવું, એ અનસીખ્યા ઊપાઅ.
લક્ષમી વેચતી લાકડાં, ભીખંતો ધનપાલ.
અમર મરતા મેં શુણીઆ, ભલો જ ઠંઠન પાલ.
વાતેં રીઝે વાંણીઓ, રાગે રીઝે રજપુત,
બ્રાહ્મણ રીઝે લાડવે, ડાકલે રીઝે ભુત.
વીદીઆ ભલપણસમુદ્રજાલ, ઊંચપણે આકાશ,
ઊતરપંથને દૈવગતી, પાર નહી પ્રથીરાજ.
વાંઢા વરનેં વીધન ઘણાં, ચડતા ચાંખડીએ.
થાલી વેચી ભોજન કરતા, જમતા દાથરીએ.
વાંધાને વલોણું નહીં, કુંવારાનેં સાલો નહીં,
મઠને ખેતર માલો નહીં, કુંવારાનેં સાલો નહીં.
વદાડીઉં વદે, અણવદાડીઊં ફોક
જે ચામડાના જોડા શીવે, તે ચાંમડાની બોખ.
શ્રાવન પેહેલા પાંચ દી, મેઘન માડે આબ.
પેઊપધારોમાલવે, અમે જસુ મોસાલ.
સાઠ નીશાલીને ઊચકી, મેહેતાજીની સોઅ.
કોણ કરે એ કામનેં, જે મઝીઆરૂં હોઅ.