પૃષ્ઠ:Kathan Saptashati.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સોબત કીજે સ્વાન કી, દો પાંતીકા દુખ,
ખીજા કાટે પાવકું, રીઝા ચાટે મુખ.
સાસરાનું માંન સાલીએ, જમણાનું માંન થાલીએ,
ગાઅનનું માન તાલીએ, મોહોડાનું માંન વાલીએ.
સમા વીનાનું સારૂં ન લાગે, પરમેશ્વરનું નામ,
ચે સલગાવ તે ગણેશ પરમેશ્વર, હથેવાલે ભાઈરાંમ.
સબાસો અતું બોલીએ, જેમ રીઝે તો રાઅ,
કીડીએ કુંજર ગલો તોપણ કહીએ હાઅ.
હસ્તી દંત નારી વચન, પ્રીત કપટી જેહ
સંધ્યા તરપણ સાંતેડું, કોદાળી ખટ કરમ,
આંગને હોઅ બે આખલા, તો રહે ધરનો ધરમ.

સમાપ્ત