પૃષ્ઠ:Killol.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૪૨


સ્વર્ગાપુરને ઘાટે રે
સંગાથી થાવું હતું હો રાજ !



તે દિ' મારે હૈયે પોઢ્યો' તો તું ભાઇ !
તે દિ' તારા બાપુની રામ-દુવાઇ !

આજ સુધી જીવું છું રે
પાવા તુજને દૂધડાં હો રાજ !

જીવતર વીતાવું છું રે
ગાવા શુરનાં ગીતડાં હો રાજ !

જુગ જુગથી જાગું છું રે
લેવા છેલ્લાં મીઠડાં હો રાજ !

વનરાવનનો રાજા રે
પોઢ્યો ઉંચે પારણે હો રાજ !