પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
દેવસ્મિતા



દુર્દશા થઈ. સૂર્ય ઊગતા પહેલાં એ લોકો શરમાઈને મંદિરમાંથી ચુપચાપ ચાલ્યા ગયા અને એ વૃદ્ધ સંન્યાસિનીને પણ પોતાની વિગત કહી ન શક્યા. માથા ઉપરના ડામ કોઈ જુએ નહિ માટે માથે કપડું બાંધી દીધું.

દેવસ્મિતાએ બીજે દિવસે એ સંન્યાસિનીને બોલાવીને ખૂબજ ધમકાવી અને કહ્યું કે, “તું આ પ્રમાણે લોકોને છેતરવા માટેજ સંન્યાસિનીનો વેશ ધારણ કરે છે ? ધિક્કાર છે તને ! વેશ તો સાધુનો રાખે છે અને ધંધો કૂટણીનો કરે છે ! તું ઇંદ્રવર્ણાના ફળ જેવી છે કે, જે દેખાવમાં સુંદર પણ અંદરથી કડવું ઝેર છે. તારા ચાર બદમાશોને તો મેં ખૂબ સ્વાદ ચખાડ્યો છે. હવે બોલ, તારી શી વલે કરૂં કે, જેથી તારા જેવી ઢોંગી સ્ત્રીઓ હવેથી ચેતીને ચાલે ?”

એ બુઢ્ઢી ડરી ગઈ અને રોતે રોતે દેવસ્મિતાને પગે પડી. એની સાસુ વચ્ચે પડી પણ દેવસ્મિતાએ કહ્યું: “નહિ, સાસુજી એને તો સજા કરવીજ જોઈએ. દુષ્ટોને વાજબી સજા નહિ કરવાથી પાપ વધતું જાય છે અને અંતે ધર્મકર્મનો લોપ થઈ જાય છે.”

આખરે સાસુજીની સલાહથી એણે એ બુદ્ધમંદિરના પૂજારીને બોલાવ્યો અને એ સંન્યાસિનીનું પોગળ વિસ્તારથી કહી સંભળાવ્યું અને તેને સલાહ આપી કે, “એ ડોશીને હવેથી એ મંદિરમાંથી કાઢી મૂકવી, તેમજ મંદિરના બીજા સાધુ તથા સંન્યાસિનીઓ ઉપર ચાંપતી દેખરેખ રાખવી, જેથી તેઓ સંસારી મનુષ્યોના આચરણને બગાડી ન શકે.” પૂજારીએ એમનું કહ્યું માનીને એ ડોકરીને મંદિરમાંથી કાઢી મૂકી.

આ બનાવ બન્યા પછી એ ચા૨ દિવસે દેવસ્મિતાને વિચાર આવ્યો કે, એ બદમાશો કંઈ સંપ કરીને પરદેશમાં મારા પતિ ઉપર મારી દાઝે ન કાઢે, તેથી એણે પોતાની સાસુને કહ્યું કે, “બા ! તમારા પુત્રના સમાચાર ઘણા દિવસ થયાં આવ્યા નથી. એ ચારે વાણિયાઓ એમના દોસ્ત હતા અને એમને પ્રસાદી ચખાડી છે, એટલે મને શંકા રહે છે કે એ લોકો મારૂં વેર એમના ઉપર ન લે ! આપ આજ્ઞા આપો, તે હું પોતે પરદેશમાં જઈને એમનું રક્ષણ કરૂં અને ક્ષેમકુશળ એમને લઈને પાછી આવું.” સાસુએ પહેલાં જરા આનાકાની કરી, પણ પછીથી વિચાર કર્યો