પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નકલી કિલ્લેા

'બસ ! બુંદીકોટનો કિલ્લો જ્યાં સુધી હું જમીંદોસ્ત ન કરું ત્યાં સુધી મારે અન્નજળ હરામ છે.'

એવી આકરી પ્રતિજ્ઞા એક દિવસે ચિતોડના રાણાએ ભરસભામાં કરી લીધી.

પ્રધાનજી બેાલ્યા : 'અરે, અરે, મહારાજ ! આ તે કેવી પ્રતિજ્ઞા તમે લીધી ? બુંદીકોટનો નાશ શું સહેલો છે ?'

રાણાજી કહે : “તો પછી મારી પ્રતિજ્ઞાનું પાલન તે સહેલું છે જ ને ! રાજપુત્રનું પણ તો જીવ જતા સુધી મથ્યા ન થાય.'

રાણાજીને ઘડીભરનું તો શૂરાતન આવી ગયું ને સોગંદ લેવાઈ ગયા, પણ ધીમે ધીમે ભૂખતરસથી પેટની પાંસળીઓ તૂટવા લાગી.

રાણાજી પ્રધાનને પૂછે છે : 'પ્રધાનજી ! બુંદીનો કિલ્લો અાંહીંથી કેટલો દૂર ?'

'મહારાજ ! ત્રણ જોજન દૂર.'