પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૫૮



'એ કિલ્લાના રક્ષક કોણ ?'

'શૂરવીર હાડા રજપૂતો.'

'હાડા ?' મહારાજનું મોં ફાટયું રહ્યું.

'જી, પ્રભુ ! ચિતેડાધિપતિને એનો કયાં અનુભવ નથી? ખાડા ખસે, મહારાજ, પણ હાડા નહિ ખસે.'

'ત્યારે હવે શું કરવું ?' રાણાજીને ફિકર થવા લાગી.

મંત્રીના મગજમાં યુક્તિ સૂઝી. એણે કહ્યું : 'મહારાજ, આપણે તો ગમે તેમ કરીને સોગંદ પાળવા છે ને? આજ રાતોરાત માણસો રોકીને હું આપણા ગામ બહાર બુંદીનો નકલી કિલ્લો ખડો, કરી દઉં. પછી આપ આવીને એને પાડી નાખો. એટલે ઉપવાસ છૂટી જશે.

રાણા છાતી ઠોકીને બેલ્યા : 'શાબાશ ! બરાબર છે !'

રાતોરાત કામ ચાલ્યું. પ્રભાતે તે બુંદીનો નકલી કિલ્લો તૈયાર થયો. રાણાજી સૈન્ય લઈને કિલ્લો સર કરવા ઉપડયા.

પરંતુ રાણાજીની હજૂરમાં એક હાડો રજપૂત નોકરી કરતો હતો. એનું નામ કુંભો. જગલમાં મૃગયા કરીને એ યોદ્ધો ચાલ્યો આવતો હતો. શરીર ઉપર ધનુષ્ય-બાણ લટકાવેલાં.

કોઈએ એને કહ્યું કે 'બુંદીનો આ નકલી કિલ્લો બનાવીને રાણાજી કિલ્લો તોડવા જાય છે.'

હાડો ભ્રુકુટિ ચડાવીને બેલ્યો કે 'શું ! હું જીવતાં રાણો બુંદીનો નકલી કિલ્લો તેડવા જાશે ? હાડાની કીર્તિને કલંક લાગશે ?'