પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૯૨ )

કુમુદિની કરમાઈ દિવસે થાકીને સૂઈ જતી
ત્હેને જગાડું કરવડે મૃદુ સ્પર્શ કરેને પ્રેમથી. ૧

કન્યાકા હું કુળવતી મુજ માત મ્હોટી મેદિની
તેજસ્વી સૂર્ય પિતાજી માહરાં હેમનાથી રહું બ્હીની;
માત મારી પૂજ્ય ત્હેની પ્રદક્ષિણા કરું ઉરથી,
મુજ તાત તે પણ પૂજ્ય ત્હેવા, વન્દના કરું દૂરથી. ૨

નામ ચંદા મધુરું મ્હારું પાડિયું મુજ માડિયે;
ઘણી વેલ વિચારી ખેલવા આ વ્યોમ કેરી વાડીયે;
માંહિં વ્હેતી વ્યોમ દૂધ જેવી ઊજળી;
ને ફૂલડાં ખીલ્યાં રૂપાનાં તે ગણંતી ફરું વળી. ૩

ફરું બ્હીતી તાતથી, પણ માત મુજ મન ભાવતી
નિજ સંગ લેઈ ધીમી ધીમી પ્રદક્ષિણા જ કરાવતી;
બન્ધુ મ્હારો રાહુ તે ઉઠ્યો કુછન્દી કૂબડો,
કંઈ કોટિ વેળ મુને કનડતો, એ આકરો થઈ પડ્યો.

મ્હારવા આવા પિતાજી ત્ય્હારે આંગને રમું કેડથી,
રૂપા અને હીરા તની ગૅંદો લૈને દોડતી, -
એક લૌં બીજે ઉછાળું, ત્રીજી શિર ઝીલું ધશી,
વળી ફેંકી સઘળી વેગલી માડી ભણી નિરખું હશી. ૫

માગ્યું માત મહી કનેમ, ને તાતની અનુમતિ લીધી,
આ મૃગલું મ્હારું; બાપુ ! ત્હેં હજી સુધા કેમ નથી પીધી ?