પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૯૮ )

સુણી જે વશવર્તી બની ઠરતા
હરણાંસમ અબ્ધિતરઙ્‌ગ બધા; ૧

મૃદુ એહવું ગાન વહી વિરમે,
તદપિ શ્રવણે ધુનિ ત્હેની રમે;—
રૂડું ઈન્દ્રધનુ પ્રગટી જ શમે,
તદપિ મનમાં મૃદુ રંગ ભમે;— ૨

મીઠડાં ફૂલડાં યદ્યપિ કરમે,
સ્મરણે ચિર તોય સુગન્ધ રમે;—
ત્યમ કાવ્ય-પ્રદર્શિત ભાવ બધા
વસજો હૃદયે રસભેર સદા. ૩




સમાપ્ત