પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ટીકા.

——————


અવતરણ – પૃષ્ઠ ૧.

અવતરણ = વિષય દાખલ કરવાને અર્થે ‘ઉપોદઘાત’ (Introduction)

કડી ૨ જી, ‘વિવેકગુણે,’ – વિવેક = યોગ્યાયોગ્યતાનો નિશ્ચય કરવાની શક્તિ. ગુણ = ૧. માનસિક ધર્મ. ૨. દોરો. ફૂલની માળા જેમ દોરામાં ગૂંથાય છે તેમ આ સંગીતકાવ્યનાં કુસુમની માળા વિવેકવડે ગૂંથીને અર્પી છે. કડી ૬ઠ્ઠીમાં “સહુ રંગ ભળે” ઇત્યાદિથી આ વિવેકનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કર્યું છે. કિયું કાવ્ય કિયા સાથે મૂકવાથી યોગ્ય જણાશે અને રસ અવરોધ નહિં આવે તે જ વિવેક.

સહસ્ત્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ— પૃષ્ઠ ૩.

કડી ૩. કુમારી સરિતા – સરસ્વતી નદી. સમુદ્રને ન મળવાથી કુમારી ગણાય છે. પાટણ ને એ તરફ એ નદીને ‘કુમારકા’ એ નામથી લોકો ઓળખે છે.

આ નદી વાંકીચૂંકી વ્હેતી જાય છે તે ઉપરથી ‘ન્હાસે, પાસે ધસે’ ઈત્યાદિ કલ્પના કરી છે.

પુરાણકાળના પાટણનો વિનાશ અને સરસ્વતીની પૂર્વવત્ કાયમ સ્થિતિ એ બેનો વિરોધ જોઈને ઈશ્વરની કરૂણા નદીરૂપે વહીને પાટાણને આશ્વાસન દે છે એમ કલ્પના કડી ૩, ૪, ૫ માં કરી છે.

કાળચક્ર— પૃષ્ઠ ૪.

પૂર્વના કાવ્યના છેલ્લા ભાગથી કાંઈક સૂચિત થઈ આ કાવ્યનો આરમ્ભ છે. નદી, પર્વત, સિંધુ ઈત્યાદિ પ્રકૃતિનાં સ્વરૂપો ઉપર